બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / વાહ! પૈસા કમાવવા આ વૃદ્ધે એવો કીમિયો અપનાવ્યો, કે સામેથી રૂપિયા આપવા લોકો મજબૂર બન્યાં, જુઓ Video
Last Updated: 03:11 PM, 12 December 2024
"દુનિયામાં લોકો અલગ અલગ રીતે પૈસા કમાઈ રહ્યા છે. આજના યુગમાં પૈસાનું ખૂબ જ મહત્વ છે. જેના કારણે લોકો પૈસા કમાવા માટે દિવસ-રાત એક કરી દેતા હોય છે. પરંતુ કેટલાક લોકો તમે જોતા હશો કે સ્માર્ટ વર્ક કરીને વધુ પૈસા કમાતા હોય છે. કેટલાક લોકો એવા પણ છે જે પૈસા કમાવા માટે શૉર્ટકટ લેતા હોય છે. હાલમાં એક વૃદ્ધ વ્યક્તિનો રમુજી વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહેનત વગર વધુ પૈસા કમાવા માટે અપનાવેલી અનોખી રિત લોકો પસંદ કરી રહ્યા છે."
ADVERTISEMENT
વ્યક્તિની આ પદ્ધતિ એટલી અસરકારક છે કે લોકો પોતાની મહેનતની કમાણી આપવા મજબૂર બન્યા છે. જે કોઇ પણ ત્યાં જ પસાર થાય છે તેઓ પૈસા તો મૂકીને જ જાય છે. જો કે આ ફની વીડિયો @the.villain.skull નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ મેટ્રો સ્ટેશન પર એક પ્લેકાર્ડ સાથે ઊભેલા જોઈ શકાય છે, જેના પર લખ્યું છે, 'જો તમારી પ્રેમીકા હોટ છે, તો કૃપા કરીને મને ટિપ આપો. આ પછી, ત્યાંથી પસાર થતા છોકરાઓએ તેમની ગર્લફ્રેન્ડના કારણે તેમની ઇચ્છા ન હોવા છતાં પૈસા આપવા પડે છે.
તમે જોઈ શકો છો કે એક યુગલ વૃદ્ધ માણસ પાસેથી પસાર થાય છે, પરંતુ છોકરો તેની અવગણના કરે છે, જ્યારે તેની સાથે ચાલતી છોકરી તેના વ્યક્તિ તરફ ઈશારો કરે છે અને વૃદ્ધ માણસને ટીપ આપવા કહે છે. છોકરીની વિનંતી પર, છોકરો અનિચ્છાએ તેના ખિસ્સામાંથી પૈસા કાઢે છે અને વૃદ્ધને આપે છે.
આ વિડિયોની અંદર લખેલું છે કે વ્યક્તિએ શું છટકબારી પકડી છે, વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ સ્માર્ટ નીકળ્યો. આના પર લોકોએ ફની રિએક્શન પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું છે - આને વર્ક સ્માર્ટ નોટ હાર્ડ કહેવાય છે,
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.