ગાંધીધામના કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા લાખોનું નુકસાન

By : kavan 10:31 AM, 09 January 2018 | Updated : 10:31 AM, 09 January 2018
કચ્છના ગાંધીધામમાં GIDCમાં કેમિકલ ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે.ગત મોડીરાત્રે ગોડાઉનમાં આગ લગતાં એ.વી.જોશીના કેમિકલ ગોડાઉનમાં આગ લાગી હતી.જોકે ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવાયો હતો.ગોડાઉનમાં લાગેલી આગના કારણે લાખોનું નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે નવા વર્ષની શરૂઆતમાં જ આગ લાગવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.આ પહેલાં મુંબઇમાં પણ વિવિધ સ્થળો પર આગ લાગવાની ઘટના બની હતી.

જેમાં 14થી વધુ લોકોના મોત થયાં હતા ત્યારે આજે સવારે ગુજરાતના અમદાવાદમાં પણ એક કિરાણા સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયાં હતા.આ સાથે ગઇકાલે અંજારની એક સુગર ફેક્ટરીમાં પણ આગ લાગવાની ઘટના નોંધાઇ હતી.Recent Story

Popular Story