A fire at Gujarat Floro Company in Ghoghamba Panchmahal
BIG NEWS /
પંચમહાલની કંપનીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત, CM ભૂપેન્દ્ર પટેલ આવ્યા એક્શનમાં, કલેકટર પણ થયા દોડતા
Team VTV02:13 PM, 16 Dec 21
| Updated: 02:28 PM, 16 Dec 21
પંચમહાલની કંપનીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે
ઘોઘંબા જીએફલમાં બ્લાસ્ટનો મામલો
કલેક્ટરે ઘટના સ્થળની લીધી મુલાકાત
મુખ્યમંત્રીએટેલિફોનિક જાણકારી મેળવી
પંચમહાલના ઘોઘંબામાં ધડાકા સાથે આપ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ દૂર્ઘટનામાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે જેમા બાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જીએફલમાં બ્લાસ્ટ મામલે જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે ટેલિફોનિક જાણકારી મેળવી છે. ઘોઘંબાના જીએફલમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે પરતું ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જીએફલમાં બ્લાસ્ટ થયા બાદ પણ કંપનીમાં ગેસ લીકેજ થયો નથી.
કલેક્ટરે લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી
જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સોલવન્ટ સહિતના કેમિકલનો ખૂબ જ મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હોવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ હવે અકસ્માતનો ગુનો નોંધી કલમ 174 મુજૂ કાર્યવાહી હાથ ધરી છે.આજે ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કંપનીમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
#WATCH गुजरात: पंचमहल के रंजीतनगर स्थित गुजरात फ्लोरो केमिकल्स लिमिटेड में विस्फोट के बाद आग लग गई। इस घटना में दो श्रमिकों की मौत हो गई। घायलों को अस्पताल में स्थानांतरित कर दिया गया है। pic.twitter.com/gzmBQS9noM
કંપનીના GPP 1 પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. જે બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી જો કે ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ, એમ્બ્યૂલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે તમામ ઘાયલોને હાલોલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટ બાદ નજીકના રહેંણાક વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે, તેનો અવાજ દૂર પણ સંભળાયો હતો. જેના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો ગયો હતો.