બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / વિશ્વ / એક એવી ફિલ્મ,જે કહેવાઈ શાપિત, જ્યારે જ્યારે લોકોએ જોઈ ત્યારે ત્યારે થયું મોતનું તાંડવ
Nidhi Panchal
Last Updated: 03:56 PM, 12 November 2024
જો કે, આ એવી ફિલ્મો છે, જે જોઈને થોડાક કલાકો જ બીક લાગે પછી તો આપણે હતા એવાને એવા. પરંતુ કેટલીક એવી ફિલ્મો છે, જે જોઈને લોકો સીધા સ્વર્ગવાસી થઈ જાય છે. હોલીવૂડની એક ફિલ્મ તો એવી છે, જેને જોઈને જ 100 જેટલા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે! જી હાં, આ ટાઢા પહોરના ગપ્પા નથી, યુટ્યુબ પર તમને આ ફિલ્મનું ટ્રેલર પણ મળી જશે.
ADVERTISEMENT
કેનેડાની આ ફિલ્મનું નામ છે Antrum: The Deadliest Film Ever Made. આ ફિલ્મ 1979માં રિલીઝ થઈ હતી. એવું કહેવાય છે કે આ ફિલ્મ જોવી એટલે સામેથી મોતને આમંત્રણ આપવું. જો કે, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેની સાથે અનેક રહસ્યો સંકળાયેલા છે. એક ચર્ચા એવી છે કે આ ફિલ્મ જોઈને 100 જેટલા લોકો રહસ્યમય રીતે મૃત્યુ પામી ચૂક્યા છે.
ADVERTISEMENT
એન્ટ્રમ ફિલ્મ સૌથી પહેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થઈ હતી, અને તેને જોઈને જ ફિલ્મ ફેસ્ટિવલમાં જ સંખ્યાબંધ લોકોના રહસ્યમય રીતે મૃત્યુ થયા હતા. જે બાદ આ ફિલ્મને પબ્લિશ કે પ્રદર્શિત કરવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. ઘણા લોકોનું માનવું છે કે આ ફિલ્મ શ્રાપિત છે. સૌથી મોટું રહસ્ય તો એ છે કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કેવી રીતે થઈ તેના વિશે કોઈને જ ખબર નથી. એન્ટ્રમનો અર્થ થાય છે શેતાન. કેટલાક લોકોનું માનવું છે કે આ ફિલ્મને ફેસ્ટિવલ સુધી ખુદ શેતાની શક્તિઓએ પહોંચાડી હતી.
Antrum એક મિની-મોક્યુમેન્ટરીથી શરૂ થાય છે, જે ફિલ્મમાં એન્ટ્રમ વિશે વાત કરવામાં આવે છે. તેમાં જંગલનું એક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે જેમાં બે ભાઈ બહેન ફરવા નીકળ્યા છે. જેમની પાછળ શેતાની શક્તિઓ પડી છે. આ ભાઈ બહેન તેમના પાલતુ કૂતરાના મૃત્યુથી પરેશાન છે. તેની આત્માને બચાવવા માટે બંને ભાઈ બહેન નરક સુધી જતો રસ્તો ખોદવાનો પ્રયત્ન કરે છે. નિર્માતાઓનું કહેવું હતું કે આ ફિલ્મના અંતે એક રહસ્ય છે, જે આખી ફિલ્મ જોનારા જ જાણી શક્શે. અને જે આ રહસ્ય જાણશે, તેમનું મૃત્યુ નક્કી છે.
સૌથી ખતરનાક ગણાતી આ ફિલ્મ ક્યારેય થિયેટર્સમાં રિલીઝ નથી થઈ. પરંતુ તેના જુદા જુદા સ્ક્રીનિંગ જરૂર થયા છે. અને જ્યારે જ્યારે આ ફિલ્મ જોવામાં આવી ત્યારે ત્યારે લોકોના રહસ્યમય મૃત્યુ થયા છે. જેનેટ હિલબર્ગ પહેલી મહિલા હતા, જેમનું આ ફિલ્મ જોઈને મૃત્યુ થયું. જો કે, જેનેટના મૃત્યુની તપાસમાં જાણવા મળ્યું કે તેના પર પીડિતોમાંની એક હતી. તેના મોતની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તેની ઉપર જીવલેણ હુમલો થયો હતો. આ ફિલ્મનો બીજો શિકાર ટોમ સ્ટાઇલમ હતો, ત્યાંનો રહેવાસી જેનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ મોતનો સિલસિલો યથાવત રહ્યો. તમને જણાવી દઇએ કે આ ફિલ્મને જોનાર અને મૃત્યુ પામનાર છેલ્લો માણસ ફિલ્મનો પ્રોગ્રામર જો બેરીંગર હતો, તેનું મોત પથ્થરની માછલી જેને દુનિયાની સૌથી ઝેરી માછલી કહેવામાં આવે છે તેના ડંખથી થયું હતું. જો કે બાકીના ચાર પીડિતોના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
રિલીઝ થઈ તે જ વર્ષમાં આ ફિલ્મને બહેન કરી દેવામાં આવી હતી. પરંતુ અચાનક 1988માં હંગેરીના બૂડાપેસ્ટમાં એક થિયેટરમાં આ ફિલ્મ ફરીથી દર્શાવવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મે ફરીએકવાર પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કર્યું. રિલીઝ થઈ, ત્યારે તરત જ થિયેટરવાળા બિલ્ડિંગમાં આગ લાગી. પહેલાની ટેક્નોલોજી મુજબ ફિલ્મની રીલ જ્યાં પડી હોય, તે પ્રોજેક્ટર રૂમમાં આગ લાગે. પરંતુ આ ફિલ્મની રીલને કશું ન થયું, બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 56 લોકોના મૃત્યુ થયા. બીજીવાર આ ફિલ્મ 1993માં સા ફ્રાંસિસ્કોમાં પ્રદર્શિત કરવામાં આવી, ત્યારે પણ બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો અને ફિલ્મ જોતા જોતા 30 લોકોનું મોત થયું. ત્યાર બાદ આ ફિલ્મને વર્લ્ડ વાઈડ કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવી છે.
વધુ વાંચો : કલાપીના ગામમાં આવેલી આ વાવ ભૂતે બંધાવી છે! માત્ર એક જ રાતમાં બની છે સાત કોઠાની વાવ
'એન્ટ્રમઃ ધ ડેડલીએસ્ટ ફિલ્મ એવર મેડ'. આ 1979માં રિલીઝ થયેલી તે હોરર ફિલ્મનું નામ છે જેને વિશ્વની સૌથી શ્રાપિત ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ એટલી ડરામણી હતી કે તેને જોવી એ મૃત્યુનો સામનો કરવા જેવું માનવામાં આવે છે. આ ફિલ્મને લઇને એવી પણ ઘટનાઓ સામે આવી છે કે તેને જોતા કેટલાક લોકોને થિયેટરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ગુજરાતમાં 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ધ એક્સૉસિસ્ટ પણ એટલી ડરવાની હતી કે થિયેટરની બહાર એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. પરંતુ જો 'એન્ટ્રમઃની વાત કરીએ તો આ ફિલ્મને જોયા બાદ એમ્બ્યુલન્સ નહીં પણ મોત જ થઇ જતી હતી. આ ફિલ્મનું રહસ્ય આજે પણ એક સવાલ છે. આ ફિલ્મ સાથે સંખ્યાબંધ લોકવાયકાઓ સંકળાયેલી છે, પરંતુ સત્ય હજીય કોઈને ખબર નથી.
શું તમે આવી ફિલ્મ જોવાનું પસંદ કરશો? અમેરિકામાં વીડિયો ઓન ડિમાન્ડ દ્વારા આ ફિલ્મ જોઈ શકાય છે. જો તમે આ ફિલ્મ જોવાના હો, તો પોતાના જોખમે જોજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.