બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A ferry boat plying between Okha-Bet Dwarka got stuck in the sea

મુસાફરોમાં ભય / VIDEO: દ્વારકાના દરિયામાં જુઓ કેવી ફસાઈ બોટ, પોલીસે તાબડતોબ કરવું પડ્યું રેસ્ક્યૂ

Last Updated: 08:18 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ ગઈકાલે મોડી સાંજે દરિયામાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, સ્થાનિક પોલીસ અને મરીન કમાન્ડોએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત ઓખાના દરિયા કિનારે પહોંચાડ્યા હતા.

 

  • ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ દરિયામાં ફસાઈ
  • અનેક મુસાફરો સાથેની ફેરી બોટ દરિયામાં ફસાઈ 
  • સ્થાનિક પોલીસ અને મરીન કમાન્ડોએ કર્યું રેસ્ક્યૂ

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે. ત્યારે ગતરોજ દ્વારકામાં મોટી દુર્ઘટના બનતી રહી ગઈ.

યાત્રિકોથી ભરેલી બોટ દરિયામાં ફસાઈ
ગઈકાલે મોડી સાંજે બેટ દ્વારકાથી યાત્રિકોને લઈને ઓખા તરફ જઈ રહેલી બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી. દરિયામાં ઓટના કારણે ખૂબ જ ઓછું પાણી થઈ જવાને કારણે બોટ રેતીના ધોવામાં નીચે ફસાઈ જતા બોટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગભરાઈ ગયેલા મુસાફરો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને મરીન કમાન્ડો દરિયામાં પહોંચી ગયા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસ અને મરીન કમાન્ડોએ હાથ ધર્યું હતું રેસ્ક્યૂ
પોલીસ દ્વારા યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થાનાંતર કર્યા બાદ ફસાઈ ગયેલી બોટમાં ઓછા મુસાફરો રહ્યા બાદ અન્ય બોટથી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલ બોટને પાણીમાં તરતી કરી યાત્રિકોને સહી સલામત ઓખાના દરિયા કિનારે પહોંચાડ્યા હતા. પોલીસ અને મરીન કમાન્ડો યોગ્ય સમયે દરિયામાં પહોંચી જતા રેસ્ક્યૂ ઓપરેશન પાર પડ્યું હતું અને મોટી દુર્ઘટના બનતા અટકી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Okha-Bet Dwarka ferry boat stuck in the sea દરિયામાં બોટ ફસાઈ દ્વારકામાં બોટ ફસાઈ મુસાફરોમાં ભય Dwarka
Malay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ