બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોબાઇલ ટાવર હટાવવા એક પિતા 17 વર્ષ સુધી કેસ લડ્યાં, અંતે સંઘર્ષની કહાનીનો અંત કંઇક આવો આવ્યો

ગજબ / મોબાઇલ ટાવર હટાવવા એક પિતા 17 વર્ષ સુધી કેસ લડ્યાં, અંતે સંઘર્ષની કહાનીનો અંત કંઇક આવો આવ્યો

Last Updated: 03:08 PM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનના વધુ લેવલથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. ત્યારે આ ડરને કારણે મધ્ય પ્રદેશના એક વ્યક્તિએ તેમના ઘરના પાસે આવેલ મોબાઈલ ટાવરને લાંબી કોર્ટની લડાઈ બાદ હટાવ્યું છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક વ્યક્તિએ 17 વર્ષ સુધી કોર્ટમાં કેસ લડીને મોબાઈલ ટાવર દૂર કરાવ્યું છે. આ વ્યક્તિને ચિંતા હતી કે મોબાઈલ ટાવરમાંથી નીકળતું રેડિયેશન તેમના બાળકોના હેલ્થને ખરાબ કરી શકે છે. આ દરમિયાન તેમને કંપનીના અધિકારીઓની ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

રાજેન્દ્ર તિવારી નામના આ વ્યક્તિએ 2007માં બ્રજ નગર વિસ્તારમાં પોતાનું ઘર બનાવ્યું હતું. તે સમયે તેમની દિકરીઓ 9 અને 10 વર્ષની હતી. તે વખતે તેમની બાજુમાં એક ખાલી પ્લોટ પર મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો હતું. વર્ષ 2008માં તેમને ટાવર હટાવવા માટે કલેક્ટરને ફરિયાદ કરી હતી અને વિભાગોને 35 અરજીઓ પણ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહતી કરવામાં આવી.

રાજેન્દ્ર તિવારીએ ચાર વખત જબલપુર હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં બે વખત તેમની તરફેણમાં નિર્ણય આવ્યો હતો પરંતુ ત્રીજી વખત કેસ બોર્ડ સુધી પહોંચી શક્યો નહતો. ચોથી વખત તેમને કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટે ટાવર હટાવવા અને ફોટો વેરિફિકેશનનો આદેશ આપ્યો હતો. જેમાં ગુરુવારે ટાવર દૂર કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશમાં આ પહેલો કિસ્સો છે જેમાં ફોટો વેરિફિકેશનનો ઓર્ડર આપ્યા બાદ ટાવર હટાવવામાં આવ્યું હતું.

PROMOTIONAL 1
  • ભારતમાં રેડિયેશનના માપદંડો શું?
    ઉલ્લેખનીય છે કે, ભારતમાં રેડિયેશનના ધોરણો આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં દસ ગણા વધુ કડક છે. ઇન્ટરનેશન લેવલે રેડિયેશન 4.5 વોટ પ્રતિ ચોરસ મીટરથી લઈ 9 વોટ પ્રતિ ચોરસ મીટર છે, જ્યારે ભારતમાં તે 0.45 થી 0.9 વોટ પ્રતિ ચોરસ મીટર છે. જેથી સારા ફોન કોલ્સ માટે વધુ ટાવરની જરૂર પડે છે.
  • રેડિયેશનથી નુકશાન થાય છે?
    રેડિયેશનથી કોઈ મોટી બીમારી થઈ રહી છે કે નહીં તે અંગે હજુ સુધી નક્કર પુરાવા મળ્યા નથી. પરંતુ મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે માથાનો દુખાવો, થાક, ડિપ્રેશન, અનિદ્રા, આંખોમાં દ્રાયનેસ, કામમાં એકાગ્રતાનો અભાવ, સાંધામાં દુખાવો તેમજ પ્રજનન ક્ષમતામાં ઘટાડો જેવી સમસ્યાઓ થઈ શકે છે. એક્સપર્ટ અનુસાર, જ્યારે સિગ્નલ ઓછું હોય કે બેટરી ઓછી હોય ત્યારે ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મોબાઈલને શર્ટના ખિસ્સામાં ન રાખવો, તેનાથી હૃદયને નુકસાન થઈ શકે છે.
  • તમારા ઘરની નજીક કેટલા ટાવર છે તે આ રીતે જાણો?

તમારા ઘરની નજીક કેટલા ટાવર છે તે જાણવા માટે તમે tarangsanchar.gov.in/EMF પોર્ટલ પર જઈને તમારું નામ, સ્થાન, ઈમેલ અને મોબાઈલ નંબર નાખીને તમારા આસપાસના ટાવર વિશે માહિતી મેળવી શકો છો. એક દિવસમાં એક વ્યક્તિ વધુમાં વધુ દસ સાઇટ પરથી માહિતી મેળવી શકે છે. તમે એ પણ જાણી શકો છો કે તમારા ઘરની આસપાસ કેટલું રેડિયેશન છે, તેના માટે 4 હજાર રૂપિયા ચૂકવવાના રહે છે. જેમાં એન્જિનિયરોની એક ટીમ તે સ્થળે આવીને રેડિયેશનનું લેવલની જાણકારી પ્રાપ્ત કરે છે. જો રેડિયેશન વધુ પડતું મળી આવે તો DOTમાં ફરિયાદ પણ કરી શકાય છે.

વધુ વાંચો : કપલે રુમ બુક કરાવ્યો, ચાર કલાક બાદ પોલીસ બોલાવવી પડી, સ્ટાફે જોતાં આંચકો લાગ્યો

  • સ્ટડી શું કહે છે?
    મોબાઈલ ટાવર પર કરવામાં આવેલા અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રેડિયેશનને લીધે કોઈ બીમારી થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે વધુ રેડિયેશન હોવાથી નુકશાન થવાની સંભાવના છે. વર્ષ 2011માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા કરવામાં આવેલ સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે રેડિયેશન મગજ અને કરોડરજ્જુમાં એક પ્રકારનું કેન્સર અને ગ્લિઓમાનું કારણ બની શકે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Radiation Mobile Tower
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ