A farmer from Ajitgarh village in Morbi committed suicide jumping into a canal
અવસાન /
હે અલખધણી આવું દુઃખ કોઈને ન દેતો, નુકસાનીનો સામનો કરવાની તાકાત નથી: મોરબીના ખેડૂતનો ચિઠ્ઠી લખી આપઘાત
Team VTV08:18 PM, 26 May 21
| Updated: 08:18 PM, 26 May 21
મોરબીના અજીતગઢ ગામના ખેડૂતે 3 પાનાની સ્યુસાઇડ નોટ લખી અને કેનાલમાં કૂદી કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં દવાખાને જવા અને ખેતી માટે પૈસા ન હોવાનો કર્યો ઉલ્લેખ
મોરબીના અજીતગઢ ગામના ખેડૂતે આપઘાત કર્યો
3 પાનાની સ્યુસાઇડ નોટ લખી ખેડૂતો આપઘાત કર્યો
ખેડૂત કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો
મોરબીમાં ખેડૂતો આપઘાત કરતા ચકચાર મચી છે. મોરબીના અજીતગઢ ગામના ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતે 3 પાનાની સ્યુસાઇડ નોટ લખી અને કેનાલમાં ઝંપલાવ્યું છે. આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ખેડૂતે સ્યુસાઇડ નોટમાં દવાખાને જવાના પૈસા ન હોવાનો અને ખેતી માટે પૈસા ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે એક ખેડૂતે પોતાની સ્થિતિથી કંટાળીને આપઘાત તો કરી લીધો છે. પરંતુ તેના શબ્દો સરકાર અને તંત્રને ઘણું બધુ કહી જાય છે. રમેશ લોરિયા નામના 40 વર્ષીય ખેડૂતે આર્થિક ભીંસમાં નર્મદા કેનાલમાં ઝંપલાવીને જિંદગીનો અંત લાવ્યો છે. પરંતુ તેની પહેલા તેની સ્યૂસાઈડ નોટના એક એક શબ્દ સમગ્ર સમાજને દોષ આપી રહ્યા છે.
સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું છે...
હળવદના અજીતગઢ ગામના એક ખેડૂતે ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, હવે ખેતી કરવાના અને દવા લેવાના રૂપિયા પણ નથી. ખાવાના પણ ફાંફાં છે. અને પોતાના સંતાનોની લાજ રાખવા ઈશ્વરને પ્રાર્થના કરી છે. મૃતક ખેડૂતને બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોતાની છેલ્લી ચીઠ્ઠીમાં લખ્યું કે, મારી મોત પાછળ કોઈ જવાબદાર ન હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે.