VIDEO: મહેસાણામાંથી નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

By : kaushal 03:41 PM, 11 July 2018 | Updated : 04:23 PM, 11 July 2018
આ મસાલા નહીં, છે મોતનો સામાન. જી હાં આ મહેસાણાના વિજાપુરમાં નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ ફેક્ટરીમાં પુરવઠા વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. 
 

મહેસાણાના વિજાપુરમાંથી નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પુરવઠા વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આ નકલી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વિજાપુરના ઉમિયા ગોડાઉનમાં આ નકલી મસાલા બનાવતી ફેક્ટરીનું કારસ્તાન પકડાયુ છે. 

આ ફેક્ટરીમાં ધાણાજીરુ, હળદર અને મરચાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેલનું ભેળસેળ કરવામાં આવતું હતું. ફેક્ટરીમાં 2 હજાર કિલોથી પણ વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેલનો પણ જથ્થો જપ્ત કર્યો છે. 



Recent Story

Popular Story