યુવતી એટલા હદ સુધી નશામાં જતી રહી હતી કે તે રસ્તાની વચ્ચે ઉભી રહીને આવતા જતા યાત્રીઓને પરેશાન કરી રહી હતી.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરની ઘટના
રસ્તા પર મોડલે કર્યો હંગામો
વીડિયોમાં જુઓ નશામાં ધૂત મોડલનો હંગામો
મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં નશામાં ધૂત દિલ્હીની એક મોડલે રસ્તાની વચ્ચે ખૂબ હંગામો કર્યો. યુવતી એટલા હદ સુધી નશામાં હતી કે તે રસ્તાની વચ્ચે ઉભી થઈને આવતા જતા યાત્રીઓને રોકીને તેમને પરેશાન કરી રહી હતી. આટલું જ નહીં તેણે પસાર થઈ રહેલી સેનાની જિપ્સીને પણ રોકી. તેના બોનેટ પર લાત મારવા લાગી અને પરિણામે જિપ્સીની હેડલાઈટ ફૂટી ગઈ. રોકનાર લોકોને તે અપશબ્દો બોલી રહી હતી અને મારવા દોડતી હતી. જવાને તેને પકડવાનો પ્રયત્ન કર્યો તો તેણે તેને પણ ધક્કો મારી દીધો.
ખૂબ મહેનત બાદ પકડાઈ યુવતી
આ વીડિયો બનાવી રહેલા લોકોને પણ તે ગાળો આપી રહી હતી. હંગામા વાળા સ્થળથી સ્ટેશન ફક્ત થોડું જ દૂર હતું પરંતુ તે સમયે પોલીસ સ્ટેશન પર કોઈ મહિલા પોલીસ હાજર ન હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનથી લેડી કોન્સ્ટેબલ બોલાવવામાં આવી. જ્યાર બાદ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી. પોલીસે યુવતીનું મેડિકલ કરાવ્યું. તે નશામાં હતી બાદમાં તેને છોડાવવા માટે બે યુવતીઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
કઈ રીતે શરૂ થયો હંગામો?
બુધવારે રાતે લગભદ 9 વાગ્યાની આસપાસ કાળા સ્કર્ટ અને ટોપમાં 22 વર્ષની એક યુવતી નશામાં લથડીયા ખાતા પડાવ પોલીસ સ્ટેશનમી સામે મેઈન રોડ પહોંચી હતી. યુવતી એટલા હદ સુધી નશામાં હતી કે તે રસ્તા વચ્ચે આવીને ગાડીઓને રોકી હંગામો કરી રહી હતી. અને અપશબ્દો બોલી રહી હતી. થોડી જ મિનિટોમાં તમાશો જોવા માટે લોકોની ભીડ થઈ ગઈ હતી. ધણા લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા. વીડિયો બનતો જોઈને તે વધારે ભડકી રહી હતી અને લોકોને ગાળો આપી રહી હતી.