બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A dooje or liye.! An old man's stubbornness to bury an old man alive in Patan's Radhanpur for a promise made by his wife, see what hap
Vishal Khamar
Last Updated: 09:28 PM, 5 June 2023
ADVERTISEMENT
પાટણ જીલ્લાનાં રાધનપુરમાં એક વૃદ્ધની જીવતા સમાધી લેવાની જીદ કરી હતી. ત્યારે સવારે વૃદ્ધની પત્નિનું નિધન થતા વૃદ્ધે જીવતા સમાધી લેવાની જીદ કરી હતી. પતિ-પત્નિએ આજીવન સાથે રહેવાનાં કોલ લીધા હતા. સમાધિની વાત સમગ્ર વિસ્તારમાં પ્રસરતા લોકો ભેગા થયા હતા. વૃદ્ધનાં દિકરાઓએ પિતાને સમાધિ ન લેવા સમજાવ્યા. ત્યારે આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધનાં નિર્ણય પર રોક લગાવવા કહ્યું હતું. રાધનપુર પોલીસ અને દેવીપુજક સમાજનાં આગેવાનો સાથે મંત્રણા ચાલી રહી છે. કાયદાની જોગવાઈ પ્રમાણે જીવતા સમાધિ લેવી તે ગુનાને પાત્ર છે.
ADVERTISEMENT
પોલીસ વૃદ્ધને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ
પાટણ જીલ્લાનાં રાધનપુરમાં એક વૃદ્ધની પત્નિનું સવારે નિધન થતા વૃદ્ધ દ્વારા પણ જીવતા સમાધી લેવાની જીદ પકડી હતી. ત્યારે આ અંગેની જાણ રાધનપુર પોલીસને થતા રાધનપુર પોલીસે તેમજ દેવીપુજક સમાજનાં આગેવાનો વચ્ચે મંત્રણા ચાલી હતી. જે બાદ પણ વૃદ્ધ ટસનાં મસ ન થતા તેઓએ સમાધિ લેવાની જીદ કરતા રાધનપુર પોલીસ જીવાભાઈ જગસીભાઈ વાવરિયા દેવીપૂજકને પોલીસ વાનમાં બેસાડી રાધનપુર પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
વૃદ્ધે કહ્યું કે ભગવાન બધુ ભલુ કરશે..પણ તારી માં જાશે એટલે હું એની જોડે બેસી જઈશઃ પુત્ર નારણભાઈ
આ બાબતે વૃદ્ધાનાં પુત્ર નારણભાઈએ જણાવ્યું હતું કે, મારા માતાજી ગત રોજ મૃત્યું પામ્ચા છે. ત્યારે મારે હવે જાઉ છે. મને જવા દો તેમ કહેતા હતા. જે બાદ અમે તેમને સમજાવ્યા કે સરકાર તેમજ કાનુન કાયદાનો દોષ લાગે. તેમ કહેતા વૃદ્ધે જણાવ્યું હતું કે ભગવાન બધુ ભલુ કરશે. પણ તારી માં જાશે એટલે હું એની જોડે બેસી જઈશ. પછી તમે જે કરવું હોય તે કરજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.