બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જેલમાં બંધ કેદીઓએ આપી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા, 80 ટકા થયા સફળ, એક કેદીઓ તો જેલમાં જ મેળવી 43 ડિગ્રી

જેલમાં ભણતર / જેલમાં બંધ કેદીઓએ આપી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા, 80 ટકા થયા સફળ, એક કેદીઓ તો જેલમાં જ મેળવી 43 ડિગ્રી

Last Updated: 09:29 AM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં રહીને 41 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, આ તમામ 41 વિદ્યાર્થીઓેએ ઉતિર્ણ થઇને એ સંદેશ આપ્યો છે કે તેઓ તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે મકકમ છે.

અનીતાબેન પટ્ટણી, સંવાદદાતા

જેલમાં બંધ કેદીઓ પણ હવે શિક્ષણના માધ્યમથી સમાજની અગ્રિમ હરોળમાં જોડાવવા માટે તત્પર છે.. આ વાતની સાક્ષી પુરે છે ગુજરાતના જેલમાં રહીને ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના પરિણામ.

ધોરણ 12ની પરીક્ષા આપનાર તમામ કેદી પાસ

કુલ 78 કેદીઓ કે જેઓએ ધોરણ-10 અને ધોરણ 12ની પરીક્ષા આપી હતી, 33 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જ્યારે 41 કેદીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 12ના તમામે તમામ 41 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે.. આમ જેલમાં ધોરણ 12નું 100 ટકા પરિણામ આવ્યું છે. તો ધોરણ 10ના પણ 37માંથી 24 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધો. 10 ની પરીક્ષામાં 9 કેદી જ્યારે ધો. 12 ની પરીક્ષામાં 18 કેદીઓ પાસ થયા

અમદાવાદમાં ધો. 10 ની પરીક્ષામાં 11 કેદીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 9 કેદી પાસ થયા હતા. જ્યારે 2 કેદીઓ નાપાસ થયા હતા. જ્યારે ધો. 12 ની પરીક્ષામાં 18 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાં તમામ 18 કેદીઓ પાસ થયા હતા.

std 10 and 12

ધો. 12 માં 9 માંથી 5 કેદી પાસ થયા

વડોદરામાં ધો. 10 માં 6 કેદીઓએ પરીક્ષા આપી હતી. તમામ 6 કેદીઓ નાપાસ થયા હતા. જ્યારે ધો. 12 માં 9 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 4 કેદીઓ પાસ થયા હતા. જ્યારે 5 નાપાસ થયા હતા.

std 12

સુરતમાં 9 કેદીઓ પાસ થયા

જ્યારે સુરતમાં ધો. 10 માં 12 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11 કેદી પાસ અને 1 કેદી નાપાસ થયો હતો. ધો. 12 માં 9 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 9 કેદીઓ પાસ થયા હતા.

std 10

રાજકોટમાં ધો. 12 માં 1 કેદી પાસ થયો

રાજકોટમાં ધો. 10 નાં 8 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 પાસ અને 4 નાપાસ થયા હતા. જ્યારે ધો. 12 માં 5 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1 કેદી પાસ અને 4 કેદી નાપાસ થયા હતા.

કેદીઓને શિક્ષિત બનાવવાનું અભિયાન

મહત્વનુ છે કે જુદા જુદા ગુનામા સજા ભોગવી રહેલા કેદીઓ સન્માનજનક જીવન અને પરિવારનુ ગુજરાન ચલાવવા શિક્ષણ મહત્વનુ ભૂમિકા ભજવે છે.. જેના કારણે કેદીઓમા પોજીટીવ પરિવર્તન અને નવો અભિગમ જોવા મળે છે.. જેલ તંત્ર અને વેલફેર ઓફીસર દ્રારા કેદીઓને શિક્ષિત કરવા અને તેમની ગુનાખોરી માનસિકતા બદલવા માટે કેદીઓને શિક્ષિત બનાવવાનુ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે.

ગ્રેજયુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન

ધોરણ 12 અને 12 પછી કેદીઓ માટે આંબેડકર યુનિવર્સીટી અને ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજયુએશનની ડિગ્રી માટેના અભ્યાસક્રમમા એડમીશન અપાવવામાં આવે છે.. જેલમા બંધ અનેક કેદીઓએ જુદી-જુદી ડિગ્રી પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના આતંકીઓને લઇને ખુલાસો, શ્રીલંકામાં એક શખ્સની અટકાયત

એક કેદી, 43 ડિગ્રી

ચિરાગ રાણા નામના એક કેદીઓ જેલમા રહીને કુલ 43 ડિગ્રી પ્રાપ્ત કરી છે.. આ કેદીઓ ખુદ શિક્ષિત થયા બાદ અન્ય કેદીઓને પણ ભણાવે છે.. 10 વર્ષની જેલની સજા ભોગવનાર કેદી ચિરાગ રાણાનું એક જ લક્ષ્ય છે કે તે જ્યારે જેલની દુનિયાની બહાર આવે ત્યારે સમાજ તેને એક ગુનેગાર તરીકે નહીં પરંતુ એક સભ્ય, શિક્ષિત વ્યક્તિ તરીકે જુએ..

આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરનારા માટે સારા સમાચાર, રેલવેમાં 1200થી વધારે જગ્યા માટે બહાર પડી ભરતી

રાજ્યપાલ દ્વારા સન્માન

ચિરાગ રાણાની મહેનત, લગન અને તેમની સફળતાને ખુદ રાજ્યપાલ પણ બિરદાવી ચૂક્યા છે.. ગત વર્ષે દિવાળીના સમયગાળામાંજ તેમનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું હતું. ચિરાગ રાણાની સૌથી ખાસ વાત એ છે કે તે જેલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને જેલમાં રહીને જ ભણાવે છે.

જેલમા બંધ કેદીઓએ અભ્યાસ દ્રારા પોતાના જીવનમાં પરિવર્તન લાવવાના અભિગમનો સ્વીકાર કર્યો છે.. જેમા 80 ટકા કેદીઓ સફળ પણ રહયા છે.. અને તેમણે ગુનાની દુનિયામાં વપરાતા શસ્ત્રો છોડીને શિક્ષણની દુનિયા તરફ દોરી જતી કલમને આત્મસાત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Prisoner Prison Jail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ