બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ઝરણાં-ધોધ વહેતા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા
Last Updated: 12:34 PM, 6 July 2025
Gujarat Tourism : ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેનાં કારણે સમગ્ર રાજ્યનાં નદી નાળા છલકાઇ ચુક્યાં છે. જેનાં કારણે ગુજરાતની ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવો માહોલ સર્જાયો છે. જ્યારે અનેક ધોધ અને ઝરણા ફરી એકવાર સક્રિય થયા છે.
ADVERTISEMENT
બોટાદનો ધોધ સક્રિય થયો
બોટાદ જિલ્લાનાં સ્વામીના ગઢડાના શસ્ત્રધરા ખોડિયાર મંદિરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ધોધ અને વહેતા ઝરણાંના મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણીના ધોધથી સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવે છે ધોધનો નજારો જોવા પહોંચી રહ્યા છે. ધોધમાર વરસાદ થતા અનેક ઝરણાં અને ધોધ જીવંત થયા અને ધરતીએ જાણે કે લીલુ ઓઢણું ઓઢ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
અરવલ્લીનો સુનસર ધોધ જીવંત
અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત થયો છે. ભિલોડામાં 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકતા નદી નાળા છલકી ઉઠ્યાં છે. ધરતી માતા મંદિર પાસે કુદરતી ધોધ ડુંગર પરથી વહે છે. સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા છે. ધોધની મજા માણવા દૂરથી આવે છે અનેક સહેલાણીઓ ઉમટી પડ્યાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : શિક્ષણની વરવી વાસ્તવિકતા, ઓટલા પર બેસીને ભણવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ
જમજીરનો ધોધ સોળે કળાએ ખીલ્યો
ADVERTISEMENT
ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગીરમાં આવેલો સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરનો ધોધ ગર્જ્યો જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે.ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. આ દ્રશ્યો છે કોડીનાર તાલુકાના ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ અને જામવાળા વચ્ચે આવેલા સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ જમજીર ધોધના છેલ્લા અઠવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાડ સમાન ધોધ ગરજી રહ્યો છે. જમજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે.
પર્યટકો માટે પહોંચવું અત્યંત મુશ્કેલ
ADVERTISEMENT
શિંગવડા નદીમાં આવેલો આ ધોધ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પુષ્કળ પ્રમાણમા પાણી શિંગવડા નદીમાં વહી રહ્યું છે. જેના કારણે જમજીરના ધોધ પર પાણીની આવક વધતા ધોધ તેના રૌદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે. જમજીરના ધોધના નયન રમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતા હોઈ તેવો એહસાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે જમજીરના ધોધને નિહાળવા સેંકડો પર્યટકો આવતા હોય છે. પરંતુ હાલમાં ધોધના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે અનેક કિલોમીટર ફરી કાચા રસ્તા પર જવાની ફરજ પડે છે. જેટલો આ ધોધ રમણીય અને નયન રમ્ય લાગે છે તેટલો જ તે ખોફનાક અને ભયાનક પણ છે. ધોધ નજીક સેલ્ફી લેવી કે નહાવું ખતરનાક છે. અકસ્માતે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા ધોધ નજીક જવા અને ન્હાવા પર પ્રતિબંધ છે.
ગીરમાળ ધોધ થયો સક્રિય
ADVERTISEMENT
ડાંગમાં વરસાદ વરસ્યા બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. કુદરતનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. ગીરમાળ ધોધ સક્રિય થતા બન્યું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરમાળ ધોધનો અદભુત નજારો આવ્યો સામે આવી રહ્યો છે. ગીરા નદી પર આશરે 100 મીટરની ઊંચાઈથી પાણી પડતા અદભુત દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
ચીમેર ધોધ સક્રિય
તાપી જિલ્લો પણ પ્રકૃતીનો અઢળક ખજાનો છુપાવી બેઠો છે. તાપી જિલ્લાની વનરાજીએ લીલી ચાદર ઓઢી હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. જિલ્લામાં આવેલ મોટેભાગના ધોધ સક્રિય થઇ ચુક્યા છે. સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલ્યો છે. આશરે 200 ફૂટ ઊંચાઈ થી પડતો ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. ચોમાસામાં તાપી જિલ્લામાં લીલીછમ વનરાજી વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. મનમોહક નજારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.