બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વાદના શોખીનો નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતજો, ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી

બનાસકાંઠા / સ્વાદના શોખીનો નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતજો, ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી

Last Updated: 11:17 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં થરાદનાં પીલુડામાં નમકીનમાંથી મૃત ગરોળી નીકળતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. આનંદ નમકીનનાં ચવાણાનાં પેકેટમાંથી ગરોળી નીકળતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે ગ્રાહકે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી છે.

રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવજંતુઓ નિકળવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા જીલ્લાનાં થરાદ તાલુકાનાં પીલુડા ગામમાં નમકીનનાં પડીકામાંથી મૃત ગરોળી નીકળતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે આ બાબતે ગ્રાહક દ્વારા કંપનીમાં જાણ કરતા કંપની દ્વારા ઉડાઉ જવાબ આપ્યો હતો.

vlcsnap-2024-06-23-22h16m33s444

નમકીન આરોગ્યા બાદ બાળકોનો ઝાડા ઉલ્ટી થયા

જે બાદ ગ્રાહક દ્વારા આ બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદ કરતા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમકીનનાં સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે પરિવારજનો દ્વારા ચવાણું આરોગતા બાળકને ઝાડા ઉલ્ટી થયા હતા. ગ્રાહકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

વધુ વાંચોઃ ઉપલેટામાં ફેલાયો પાણીજન્ય રોગચાળો, ઝાડા ઉલ્ટીના કારણે 10 દિવસમાં ચાર બાળકોના મોત

કંપનીવાળાએ ઉડાઉ જવાબ આપ્યોઃ વિરમાભાઈ રાજપૂત (ફરિયાદી)

આ બાબતે ફરિયાદી વિરમાભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે, દસેક પંદર દિવસ પહેલા આનંદ નમકીનનું ચવાણું લાવ્યો હતો. જે પેકેટમાંથી છોકરાઓને નાસ્તો આપ્યો હતો. નાસ્તો કર્યા બાદ છોકરાઓને ઝાડા ઉલ્ટી થતા મે પેકેટની તપાસ કરતા પેકેડ ડેટ બહારનું ન હતું. પરંતું પેકેટની અંદર ગરોળી હતી. જે બાબતે મેં દુકાન માલીકને જાણ કરી હતી. જે બાદ દુકાનદાર દ્વારા મને કંપનીનો નંબર આપ્યો હતો. જે બાદ કંપનીમાં આ સમગ્ર બાબતે જાણ કરતા કંપનીવાળાએ કહેલ કે અમારામાં આવું કંઈજ ન તમે જ કંઈ કર્યું હશે. જે બાદ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરતા ગ્રાહક સુરક્ષા દ્વારા આ બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Tharad Anand Namkeen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ