બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / | A cow lover of Jetpur will widen his eyes knowing the price of the Nandi bought, the special feature of tall offspring.

ઈન્વેસ્ટમેન્ટ / જેતપુરના એક ગૌપ્રેમીએ ખરીદેલા નંદિની કિંમત જાણી આંખો પહોળી થઈ જશે, ઉંચી ઓલાદની છે ખાસ વિશેષતા

Vishal Khamar

Last Updated: 11:52 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે વાત કરીશું એક મોંઘાદાટ નંદિની. તમે કોઈ ગૌવંશ નંદિની કેટલી કિંમત આંકી શકો? કદાચ બે લાખ કે પાંચ લાખ. પરંતુ જેતપુરના એક ગૌપ્રેમીએ પૂરા એકતાલીસ લાખમાં નંદિ ખરીદ્યો છે.

  • નંદિની કિંમત જાણી આંખો પહોળી થઈ જશે
  • 42 લાખનો નંદિ ખરીદ્યો
  • ગૌપ્રેમી કહે છે આ તો ઈન્વેસ્ટમેન્ટ છે
  • આ નંદિ ખાસ વિશેષતા ધરાવે છે

 હવે વાત  કરીશું એક મોંઘાદાટ નંદિની. તમે કોઈ ગૌવંશ નંદિની કેટલી કિંમત આંકી શકો? કદાચ બે લાખ કે પાંચ લાખ. પરંતુ જેતપુરના એક ગૌપ્રેમીએ પૂરા બેતાલીસ લાખમાં નંદિ ખરીદ્યો છે. ત્યારે કેવો છે એ નંદિ, શું છે તેની ખાસિયત જોઈએ.

નંદિને તેના માલિકે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે

માલિકના હાથે સેવા પામી રહેલા આ નંદિને જોઈને આપને નંદીના ભાગ્યની પ્રશંસા કરવાનું મન થશે.કેમ કે, શહેર ગામડાઓમાં તો અનેક આખલાઓ રખડતા હોય છે. જ્યારે  આ નંદીને તો ખુદ તેના માલિક માલિશ કરી રહ્યા છે. કારણ એ છે કે, આ નંદી સામાન્ય નંદી નથી. એટલે જ તો આ નંદિને તેના માલિકે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. રકમ સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે. તમને થશે કે, એક નંદીની આટલી મોટી કિંમત. તો એક નંદી માટે તેના માલિક રમેશભાઈએ  42 લાખ રૂપિયા કેમ ખર્ચ્યા આવો તેમની પાસેથી જ જાણીએ તેનું કારણ રમેશભાઈની વાત સાંભળીને તમને અંદાજ તો આવી ગયો હશે કે આવા મોંઘા નંદીની તેમને કેમ જરૂર પડી. 

ભારતીય સંસ્કૃતિમાં કામધેનુનો આગવો મહિમા છે
આપણી ભારતીય સંસ્કૃતિમાં કામધેનુનો આગવો મહિમા છે, અને તેમાં પણ ગાયમાતા વિશે એમ કહેવાય છે કે, તેમાં 33 કોટી દેવતાનો વાસ હોય છે.  ત્યારે આજના ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે રમેશભાઈ રૂપારેલીયા નામના, ગોંડલ પંથકના ખેડૂત ગીર ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ગાયોના જતન માટે `ગીર ગૌ જતન' નામની સંસ્થા હેઠળ ગૌશાળા ચલાવી રહ્યા છે..ગાયોના ગોબરથી લીપણ કરેલ વાસના મકાનો, કુટીર, સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગોંડલના રમેશભાઈ રૂપારેલીયાની ગૌશાળામાં અનેક ગીર ગાયો છે. ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન અને સંવર્ધ અહી વૈદિક શાસ્ત્રોક્ત અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવે છે. આપ સહુ જાણીએ છીએ કે, ગૌ સંવર્ધન માટે નંદિની ખાસ જરૂર હોય છે એટલે જે તો તેમણે અનેક ગુણોથી સમૃદ્ધ અને જાતવાન નંદી પંસદ કર્યો છે.

સીઝન પ્રમાણે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે
પોતાની ગૌશાળમાં ઉત્તમ ઓલાદનું ગૌવંશ તૈયાર થાય તે માટે રમેશભાઈ નંદીની ઉત્તમ રીતે માવજત કરી રહ્યા છે...નંદીને ત્રણ કલાક ગાયો સાથે રાખવામાં આવે છે ત્યારબાદ તેને અલગ રાખીને પણ સારસંભાળ રાખવામાં આવે  છે. નંદીને ખોરાકમાં મગફળીનું ભૂસું, ડોડાવાળી મકાઈ, ગાજર, શેરડી સહિત સીઝન પ્રમાણે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે. આ ઉપરાંત  ઈંદ્ર જવ, ગોળ, અડદ, મગ મકાઈ,જુવારનું ભડકુ તૈયાર કરીને રોજ સવાર-સાંજ આપવામાં આવે છે..એટવું જ નહીં નંદીને હૃષ્ટપુષ્ટ રાખવા જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેંધ, સોડા બાય કાર્બોનેટ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે. રમેશભાઈ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે આવા સારી ઓલાદના ગૌવંશનું ડેવલોપમેન્ટ કરવામાં આવે તો દેશમાં ઉત્તમ ગૌધન પેદા થઈ શકે  તેમ છે..

 

સંકળાયેલા મુદ્દાઓ

Jetpur Nandi cow lover purchased Nandi ખરીદેલ નંદિ ગૌપ્રેમી નંદિ Jetpur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ