બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:18 PM, 8 November 2024
હાલના જમાનામાં ઇન્ટરનેટ આપણા જીવનનો હિસ્સો બની ગયો છે ત્યારે દુનિયામાં એક દેશ એવો પણ છે કે ત્યાં ઇન્ટરનેટનો ઉપયોગ થતો નથી. આપણે જે દેશની વાત કરી રહ્યા છીએ તે દેશ ઉત્તર કોરિયા છે. આ દેશની અનેક બાબતો દુનિયા જાણતી નથી. કારણે કે તે બીજા દેશો સાથે કનેક્ટેડ જ નથી. ત્યાંનું પ્રશાસન ખૂબ કડક છે, જેમને દુનિયાથી અલગ રહેવાની નીતિ પણ આપનાવી છે. અહીંયા ઇન્ટરનેટનો ઉપયોગ સાવ સીમિત અને સામાન્ય લોકોની પહોંચની બહાર છે.
ADVERTISEMENT
ઉત્તર કોરિયામાં ઈન્ટરનેટને બદલે સ્થાનિક નેટવર્ક એટલે કે ઈન્ટ્રાનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈન્ટ્રાનેટ પર માત્ર સરકાર માન્ય વેબસાઈટ અને માહિતી જ ઉપલબ્ધ હોય છે. સામાન્ય લોકોને આ ઈન્ટ્રાનેટ દ્વારા ખૂબ જ મર્યાદિત ઈન્ફોર્મેશન મળે છે. ઉત્તર કોરિયાની સરકાર ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા પાછળ અનેક કારણો રજૂ કરે છે. સરકારનું માનવું છે કે ઈન્ટરનેટથી લોકોના મનમાં ખોટા વિચારો આવી શકે છે, તેના કારણે શાસન વ્યવસ્થા કમજોર પડી શકે છે.
ADVERTISEMENT
ઉત્તર કોરિયાની સરકાર નથી ઈચ્છતી કે તેના નાગરિકો બહારની દુનિયાના પ્રભાવમાં આવીને સરકારની વિરુદ્ધમાં જાય. ત્યાંની સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે લોકોને એ જ માહિતી મળે જે સરકાર ઇચ્છે છે. તેમનું માનવું છે કે, ઈન્ટરનેટ દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે ખતરો છે જેથી તેમના લોકો માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની મનાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયામાં ઈન્ટરનેટના અભાવે ત્યાંના નાગરિકોને ઘણું નુકસાન વેઠવું પડે છે. ત્યાંના લોકોને દુનિયામાં બનતી ઘટનાઓ વિશે ખૂબ ઓછી માહિતી મળે છે. આ સાથે આપણી માફક ઇન્ટરનેટના માધ્યમથી તેમની જિંદગી પણ પણ આસાન નથી થઈ શકતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.