બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / A coronary patient will also be able to vote in the municipal elections

રાહત / કોરોનાગ્રસ્ત દર્દી પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કરી શકશે મતદાન, પરંતુ...

Shyam

Last Updated: 03:51 PM, 20 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઈડલાઈન મુજબ છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત મતદારોને મત આપવાની ઈચ્છા હોય તો, તેમણે આજે સાંજ સુધીમાં પોતાના વોર્ડના ચૂંટણી અધિકારીને જાણ કરવી પડશે.

  • કોરોનાગ્રસ્ત દર્દી પણ કરી શકશે મતદાન
  • કોરોનાદર્દી માટે જાહેર કરાઈ ગાઈડલાઈન
  • તબીબોના સર્ટીફિકેટ બાદ જ મળશે મતદાનની મંજૂરી

21 ફેબ્રુઆરી મતદાનના દિવસે કોરોના પોઝિટિવ મતદારો કઈ રીતે મતદાન કરશે. તે માટે અસમંજસ હતું. હવે જાહેર થયેલી ગાઈડલાઈન મુજબ છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત મતદારોને મત આપવાની ઈચ્છા હોય તો, તેમણે આજે સાંજ સુધીમાં પોતાના વોર્ડના ચૂંટણી અધિકારીને જાણ કરવી પડશે. રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સાથે તબીબી પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. જેમાં તબીબ પ્રમાણિત કરશે તે દર્દી ત્યાં જઈને મત આપવાની સ્થિતિમાં છે કે નહીં. મતદાનના દિવસે સૌથી છેલ્લા કલાક  5થી 6માં કોરોના પોઝિટિવ મતદાર આવી શકશે. અને આ સમય દરમિયાન પોલીસથી માંડીને તમામ ચૂંટણીના સ્ટાફે પીપીઈ કિટ પહેરવી પડશે અને દર્દીએ પણ પોતાના ખર્ચે પીપીઈ કિટ પહેરીને આવવાનું રહેશે.

21 ફેબ્રુઆરી સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મત કેન્દ્ર ખરેખર ક્યું છે તે જાણવા માટે ચૂંટણીપંચની વેબસાઈટનો મતદારો  ઉપયોગ કરી શકે છે. આ સાઈટ પર નામ અને મતદાન કેન્દ્ર શોધવા માટેની સુવિધા છે. જેમાં ચૂંટણીકાર્ડ નંબર અથવા નામ આપીને જાણી શકાય છે.

ચૂંટણી પંચની વેબસાઈટ https://sec.gujarat.gov.in/ પર વેબસાઈટના હોમ પેજ પર જમણી બાજુ સર્ચ યોર નેમ એન્ડ પોલિંગ સ્ટેશન લખેલું ટેબ દેખાશે, ત્યાં  ક્લિક કરવું. જેથી નવી વિન્ડો ખૂલશે. જેમાં ચૂંટણીનો પ્રકાર કોર્પોરેશન, કોર્પોરેશન નેમમાં અમદાવાદ મહાનગરપાલિકા પસંદ કરવાનું રહેશે. નામ અથવા ચૂંટણીકાર્ડ  (EPIC NO.) નંબર બંને રીતે જોઈ શકાશે. વિગતો ભરતાં જ મતદારનું નામ, વોર્ડ અને મત કેન્દ્રનું સરનામું આવી જશે.

21 ફેબ્રુઆરી મનપા અને ૨૮મીએ નગરપાલિકાઓ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ છે. જેની  મત ગણતરી ૨ માર્ચે છે. મનપા, પાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીનું આ પર્વ વિના કોઇ વિધ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા પૂર્વતૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો ન થાય કે કોઇ ગુનાહિત કૃત્ય ન બને તેની સાવચેતી માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. 

પ્રચાર દરમિયાન, સભાઓમાં અને અન્ય જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરવા બદલ અને અન્ય બેદરકારી દાખવવા બદલ પોલીસે રાજ્યમાં કુલ 70 હજાર લોકો સામે દંડનીય પગલાં ભરીને 7  કરોડનો દંડ વસૂલ્યો છે. તમામ મતદાતાઓને બૂથ પર હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવશે જે પહેરીને જ તેમને ફરજિયાત મતદાન કરવાનું રહેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus patient local body election 2021 અમદાવાદ કોરોના local body election 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ