બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahamanthan / મહામંથન / ધર્મસંસ્થાઓ વચ્ચે વિવાદ કેમ વધ્યા? સંતોને ધર્મ ખતરામાં કેમ લાગે છે?
Last Updated: 10:49 PM, 12 June 2024
સનાતન ધર્મની રક્ષા માટે રાજકોટ નજીક ત્રંબામાં સનાતન ધર્મના સંતોનું સંમેલન મળ્યું. સંમેલનમાં અગત્યના મુદ્દાઓની ચર્ચા થઈ જેમાં મુખ્ય મુદ્દો હિંદુ દેવી-દેવતાઓ, સંતપુરૂષો સામે અપમાનજનક ટિપ્પણીનો હતો. ખાસ તો અન્ય સંપ્રદાયના પુસ્તકોમાં કે અન્ય સંપ્રદાયના સંતો-મહંતો દ્વારા હિંદુ દેવી-દેવતાઓને નીચા બતાવવાના પ્રયાસ સામે કાયદાકીય પગલાં ભરવાની પણ હાંકલ કરવામાં આવી. સનાતન ધર્મનું દેશવ્યાપી ટ્રસ્ટ ધર્મ સત્તા અને રાજ સત્તા વચ્ચેની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવું નક્કી કરીને સંતો-મહંતો છૂટા પણ પડી ગયા છે. જો કે ખરી ચર્ચા અને ખરી કસોટી અહીંથી જ શરૂ થાય છે. સનાતન ધર્મ સંમેલનના મંચ ઉપરથી જ ગણમાન્ય હસ્તીઓએ એવું સ્પષ્ટ કહ્યું કે મંચ ઉપર નહીં પરંતુ મનથી જ્યારે એક થશો ત્યારે જ સાચા અર્થમાં સનાતન ધર્મની રક્ષા થશે. અત્યારે કહેવાનો ભાવાર્થ એ છે કે સાધુ-સંતોએ મંચ ઉપરથી ઘણી સારી-સારી વાતો કરી પરંતુ નજીકના ભવિષ્યમાં સનાતન ધર્મ સંસ્થાઓ અને અન્ય સંપ્રદાયો વચ્ચે વિવાદના તણખા નહીં ઝરે એવું કોઈ ખાતરીપૂર્વક કહી નહીં શકે. તો સંત તરીકે, સત્પુરૂષ તરીકે આ ખાતરી આપવી જ અગત્યની છે કે પરિસ્થિતિ ગમે એવી આવે પણ સનાતન ધર્મ એક હતો છે અને રહેશે. મૂળ તો એવા સંપ્રદાય કે જે સનાતન ધર્મનો જ હિસ્સો હોવાનો દાવો કરે છે અને જે કોઈપણ સંજોગોમાં હિંદુ કે હિંદુત્વથી અલગ નથી તેવી સંસ્થાઓ સાથે સનાતન ધર્મની સંસ્થાઓ એકાત્મતા સાધી શકશે કે નહીં? ત્રંબામાં મળેલું સંત સંમેલન શું એ વાતની ખાતરી આપે છે કે હવે સનાતન ધર્મને આંતરિક વિખવાદથી સહેજપણ ભય નથી?. જો આંતરિક વિખવાદ શમી ગયા તો બાહ્મ શક્તિઓ ધર્મને નબળો પાડી શકે એ વાતમાં દમ નથી.
ADVERTISEMENT
ત્રંબામાં સંત સંમેલન
ADVERTISEMENT
સનાતન ધર્મની રક્ષા માટે ત્રંબામાં સંત સંમેલન યોજાયું હતું. સંત સંમેલનમાં અલગ-અલગ મુદ્દાની ચર્ચા થઈ હતી. ત્રંબામાં મળેલું સંત સંમેલન ત્રીજું સંત સંમેલન હતું જેમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની અધ્યક્ષતા હતી. સનાતન ધર્મને બચાવવા અંગે રાજ્યભરના સંતો-મહંતોની ચર્ચા થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ સંમેલનમાં ઉપસ્થિત હતા. ધર્મસંસ્થાઓ વચ્ચેના વિવાદ સહિતના મુદ્દાનો ઉકેલ લાવવા અંગે ચર્ચા
સંત સંમેલનના મુદ્દા શું હતા?
હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ સામે અપમાનજનક ટિપ્પણી સામે કાયદાકીય પગલાં લેવા તેમજ સનાતન ધર્મના સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સામે કાયદાકીય પગલાં લેવા. અન્ય સંપ્રદાયના પુસ્તકોમાં દેવી-દેવતાઓને નીચા બતાવવાના પ્રયાસ સામે પગલાં લેવા સાથે સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ બનાવવું અને સમય જતાં દેશવ્યાપી કરવું. સનાતન ધર્મના શાસ્ત્ર વિરુદ્ધ કોઈએ અપમાનજનક ટિપ્પણી ન કરવી અને ધર્મપરિવર્તનને મજબૂતીથી ડામવું. ધર્મને લગતા પ્રશ્નો સમાજમાં ઉભા થાય તો સરકાર સાથે સંકલન કરવું અને રાજસત્તા અને ધર્મસત્તા મળીને સમસ્યાનું સમાધાન શોધે. સાથો સાથ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી અને સંસ્કૃત ભાષા અને સંસ્કૃત પાઠશાળાનો વિકાસ કરવો તો ધાર્મિક સમસ્યાને પરસ્પર સહકારથી ઉકેલવીની ચર્ચા કરાઈ હતી.
સંત સંમેલનમાં રમેશ ઓઝાએ શું કહ્યું?
સાધુનું કામ બ્રેઈનવોશનું નહીં પણ હાર્ટ વોશનું છે. હૈયા ચોખ્ખા કરે એને સાધુ કહેવાય તેમજ સાધુએ કોઈનું બ્રેઈનવોશ કરવાની શું જરૂર પડે? ઋષિ પરંપરામાં આવી કોઈ વાત આવતી નથી. સાધુ સાચા-ખોટાનો માર્ગ બતાવે પછી અનુયાયીને જે કરવું હોય એ કરે અને ગંગાના ઘાટ હોય, ઘાટની ગંગા ન હોય. ગંગા સાફ થઈ જશે તો ઘાટ સૂમસામ થઈ જશે
વાંચવા જેવું: CCTV: સરખેજમાં ઘર બહાર રમતી બાળકી પર રિવર્સ લેતા કાર ચઢી, કંપારી છૂટાવે તેવો વીડિયો
સંત સંમેલનમાં મોરારિ બાપુએ શું કહ્યું?
સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવા કરીશું તેમજ આ સંમેલન સનાતન ધર્મની સેવા માટે છે. મંચ પર એક નહીં મનથી એક થવું જોઈએ. ઘાટ ગંગા કિનારે બાંધવા છે, પાણી પણ ગંગાનું પીવું છે. ન્હાવું પણ ગંગાના પાણીમાં છે, પાપ પણ ગંગાના પાણીમાં ધોવા છે. તમામ ક્રિયા ગંગામાં છતા ગંગા મહત્વની નહીં પણ તેનો ઘાટ મહત્વનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.