બ્રેકિંગ ન્યુઝ
VTV / A Congress worker committed suicide
Ronak
Last Updated: 07:04 PM, 30 July 2021
ADVERTISEMENT
પંજાબ કોંગ્રેસના એક કાર્યકર્તાએ આત્મહત્યા કરી લીધી છે. જોકે આપઘાત કરતા પહેલા તેણે પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને વીડિયો મોકલ્યો હતો. આપઘાત કરનાર કાર્યકર્તાનું નામ દલજીતસિંહ જાંગપુર ઉર્ફે હેપ્પી હોવાનું સામે આવ્યું છે. જે જાંગપુર ગામનો રહેવાસી હતો અને ગત ગુરુવારે તેણે આપઘાત કરી લીધો છે.
Saddened by the dying declaration of our committed congress worker. Rushed to his near and dear ones, and did what I could - Disconsolate appeal to change the system !!! pic.twitter.com/McEmrmi7GH
— Navjot Singh Sidhu (@sherryontopp) July 30, 2021
ADVERTISEMENT
આપઘાત પહેલા 10 મિનીટનો વીડિયો
આપઘાત કરતા પહેલા તેણે 10 મિનીટનો વીડિયો બનાવ્યો. જેમા તેણે સિદ્ધુને અભિનંદન પાઠવ્યા હતા. વીડિયોમાં તેણે વધુંમાં કહ્યું કે મારો સમય હવે પુરો થયો છે. મારા પરિવારનું ધ્યાન રાખજો. ઉપરાંત તેણે કહ્યું કે મારી અંતરઆત્મને મારીને હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું. સાથેજ તેણે કહ્યું કે ભગવાનને જે મંજૂર હોય તે બધુંજ થાય છે.
પરિવારનું ભરણપોષણ ન કરી શક્યો
કાર્યકર્તાએ વીડિયોમાં એવું કહ્યું કે પાર્ટીમાં ઘણા સમયથી કામ કરે છે. મોટાભાગના રાજ્યોમાં તેણે કામ કર્યું હતું. પરંતુ તેણે એવું કહ્યું કે તે ગરીબ પરિવારનો છે. તે જ્યારે પંજાબમાં પરત આવ્યો ત્યારે તેના પરિવાર માટે તે અનાજ પણ ન લાવી શક્યો. છેલ્લા ઘણા સમયથી તે પાર્ટી માટે કામ કરતો હતો તેમ છતા તેના પરિવારનું તે ભરણપોષણ ન કરી શક્યો.
પાર્ટી માટે દિવસરાત કામ
વધુંમાં તેણે એવું પણ કહ્યું કે એવા ઘણા કાર્યકર્તા છે કે પાર્ટી માટે દિવસરાત કામ કરી રહ્યા છે. સાથેજ તે વીડિયોમા એવું પણ બોલ્યો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ તેની સામે 307 દાખલ કરવામાં આવી હતી. જેમા તે શામેલ પણ ન હતો. જે મુદ્દે તેને હજુ સુધી ક્લીન ચીટ પણ આપવામાં નતી આવી.
પાર્ટીએ હરાવી દેવાનો ઉલ્લેખ
ઉલ્લેખનીય થે કે કાર્યકર્તા છેલ્લા 30 વર્ષથી પાર્ટીમાં કામ કરતો હતો. તેણે મરતા મરતા પણ એવુ કહ્યું કે હુ પાર્ટી નહી છોડી શકું જેથી હુ જિંદગી છોડી રહ્યો છું. સાથેજ જતા જતા તેણે એવું કહ્યું મારા પરિવારનું ધ્યાન રાખજો. વધુમાં તેણે એવું પણ કહ્યું કે મે મારી આખી જીંદગી પાર્ટીને આપી દિધી પરંતુ પાર્ટીએ મને હરાવી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.