બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડતાલનો જગતપાવન સ્વામી પાપી નીકળ્યો! દુષ્કર્મની ફરિયાદ થતાં જ અંડર ગ્રાઉન્ડ, ગીફ્ટ વિશે મોટો ખુલાસો
Last Updated: 11:08 PM, 10 June 2024
વડોદરામાં વડતાલનાં સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ જગતપાવન સ્વામી 2 વર્ષ પૂર્વ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા. ત્યારે પોલીસે ફરાર આરોપી જગતપાવન સ્વામીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોઈ લુકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે. 2016માં 14 વર્ષની સગીર સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઇ હતી. જગતપવન સ્વામી સગીરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપાવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડીતે જણાવ્યું છે.
ADVERTISEMENT
યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
ADVERTISEMENT
યુવતી સાથે દુષ્કર્મની ઘટના 2016માં બની હતી. જ્યારે તેની ઉમર 14 વર્ષની હતી. જગત પાવન સ્વામી સગીરા માટે ઘડિયાળ ગિફ્ટમાં લાવ્યા હતા. જે ઘડિયાર લેવા માટે તેમણે શયન આરતી ચાલુ હોય ત્યારે સગીરાને મંદિરની નીચેના સ્ટોર રૂમમાં બોલાવી હતી. સગીરા પહોંચી કે જગત પાવન સ્વામીએ અંદર ખેંચી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને કહીશ તો તારા પરિવારને પતાવી નાખીશ એમ જણાવ્યું હતું.
વધુ વાંચોઃ અમદાવાદમાં ઘૂસ્યો ઓકાવતો રોગ! 19 કેસ નોંધાતા તંત્રમાં દોડાદોડી, આ વિસ્તારથી બચજો
દુષ્કર્મનો કેસ નોંધાતા જ સ્વામી ભૂગર્ભમાં
દુષ્કર્મી જગત પાવન સ્વામી હાલમાં વડતાલ ખાતે રહે છે. અને દુષ્કર્મનો કેસ નોંધાતા જ આરોપી સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.. પરંતુ પોલીસ ફરિયાદમાં આ કૃત્યમાં સગીરાએ જગલ પાવન સ્વામીની સાથે-સાથે એચ.પી.સ્વામી અને કે.પી.સ્વામીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ધાર્મિક સ્થાનોમાં ધર્મના રક્ષના રૂપમાં બેઠેલા આવા હેવાનોને ક્યારે કડક પાઠ ભણાવવામાં આવશે. ક્યારે આ લંપટ સ્વામીને પોલીસ ઝડપી કાર્યવાહી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.