બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complainant from Patan complained that the policeman's son was a usurer

રજૂઆત / પાટણમાં પોલીસ પુત્ર જ વ્યાજખોર: પીડિત દિવ્યાંગે IGને કહ્યું, સાહેબ મારા હાથ-પગ ભાંગી નાંખ્યા

Malay

Last Updated: 03:19 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં પોલીસ પુત્ર જ વ્યાજખોર હોવાની ફરિયાદ, પાટણ યુનિવર્સિટીમાં યોજાયેલા લોકદરબારમાં દિવ્યાંગ વ્યક્તિએ કહ્યું, મેં ફરિયાદ કરી તો મારા હાથ-પગ ભાંગી નાંખ્યા, મારી પાસે તમામ પૂરાવા છે. મને મદદ કરવા વિનંતી.

  • પાટણમાં વ્યાજખોરોનો આતંક
  • પોલીસ પુત્ર જ વ્યાજખોર નીકળ્યો!
  • પાટણ યુનિ.માં યોજાયો લોકદરબાર
  • દિવ્યાંગ વ્યક્તિએ જણાવી આપવીતી

રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. સરકાર દ્વારા રાજ્યમાં કોઈપણ ભોગે વ્યાજખોરીને ડામી દેવા માટે પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો હોય ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ગતરોજ પાટણ યુનિવર્સિટીના કન્વેશનલ હોલ ખાતે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પાટણના એક ફરિયાદીએ પોલીસનો દીકરો જ વ્યાજખોર હોવાની ફરિયાદ કરી હતી. 

પાટણ પોલીસના લોકદરબારમાં પીડિતે જણાવી આપવીતી
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં રમેશભાઈ પ્રજાપતિ નામના દિવ્યાંગ વ્યક્તિ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાને આપવીતી જણાવતા ગળગળા થઈ ગયા હતા. 

મારા પુત્રએ પોલીસકર્મીના પુત્ર પાસેથી લીધા હતા 2 લાખ રૂપિયાઃ ફરિયાદી
ફરિયાદીએ જણાવ્યું હતું કે, 'મારા દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. 2 લાખની ઉઘરાણી કરવા પોલીસકર્મીનો પુત્ર ત્રાસ આપતો હતો. વ્યાજખોરના ત્રાસને લઇ મેં પોલીસમાં ફરિયાદ કરી હતી.'

પોલીસકર્મીના પુત્રએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા હતાઃ ફરિયાદી
ફરિયાદીએ જણાવ્યું હતું કે, 'જે બાદ પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા હતા. કેસ પાછો ખેંચવા આરોપીના પિતા પણ મને ધમકીઓ આપે છે. ફરિયાદ પાછી ખેંચવા માટે પિતા-પુત્ર મને દરરોજ દબાણ કરવામાં આવે છે. હું હેન્ડીકેફ્ટ છું હું આજે કંઈ કરી શકું તેમ નથી. મારો પરિવાર ખૂબ જ દુઃખી છે. મારી પાસે ડોક્ટરી સર્ટીફિરેટથી માંડીને તમામ પૂરાવા છે. આજે પણ હું ખૂબ જ હેરાન થાવ છું, તો મને મદદ કરવા વિનંતી.'

રેન્જ IGએ અરજદારની ફરિયાદ લેવા આપી હૈયા ધારણા 
ભુજના રેન્જ IG જે.આર.મોથલિયાએ જણાવ્યું હતું કે, આજે યોજાયેલા લોકદરબારમાં  એક પોલીસ કર્મીના દીકરા દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરાવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને પગલે અમે તપાસ કરીશું અને જે પોલીસકર્મી કસૂવાર થશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સળગતા સવાલ
- પાટણમાં ક્યારે આવશે વ્યાજખોરો પર અકુંશ?
- પાટણમાં પોલીસ પુત્ર  પર ક્યારે થશે કાર્યવાહી?
- દિવ્યાંગ વ્યક્તિની ફરિયાદની ક્યારે થશે તપાસ?
- વ્યાજખોર પોલીસ પુત્રના ત્રાસની ફરિયાદ છતા કાર્યવાહી કેમ ન કરી? 
- શું પાટણમાં પોલીસ વ્યાજખોરોને છાવરે છે?
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ