બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A collision between a biker and a Scorpio on the road, such a collision that you can't even watch the VIDEO

બદલો / બાઈકર્સ અને સ્કૉર્પિયો વચ્ચે રસ્તા પર થઈ ગાળાગાળી, એવી ટક્કર મારી દીધી કે VIDEO પણ જોઈ નહીં શકો

Last Updated: 02:10 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં હિટ એન્ડ રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્કૉર્પિયો કારે એક બાઈક સવારને ટક્કર મારીને ફરાર થઈ જાય છે.

  • બાઈક સવારને ટક્કર મારતો વીડિયો વાયરલ
  • પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે
  • હેલ્મેટના કારણે બાઈક ચાલકનો જીવ બચ્યો 

દિલ્હીમાં  વધુ એક હિટ એન્ડ રનની ઘટના 

દિલ્હીમાં હિટ એન્ડ રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્કૉર્પિયો કારે એક બાઈક સવારને ટક્કર ડિવાઈડર સાથે ઘસડીને ફરાર થઈ જાય છે. આ વીડિયો રવિવારે સવારે દિલ્હીના અર્જુનગઢ મેટ્રો સ્ટેશન પાસેનો છે.

બાઈક ચાલક પોતાના મિત્રો સાથે દિલ્હીથી ગુરુગ્રામ ગયો હતો

પીડિત બાઈક ચાલક શ્રેયાંશે જણાવ્યું હતું કે, રવિવારે સવારે તે પોતાના 8  થી 10 સાથી બાઈકર્સ સાથે દિલ્હીથી ગુરુગ્રામ ગયો હતો. અને જ્યારે તે પરત ફરી રહ્યો હતો. ત્યારે અર્જુનગઢ મેટ્રો સ્ટેશન નજીક પાછળ એક સ્કૉર્પિયો કારે અમારા બાઈકર્સની વચ્ચે આવી હતી. અને બેફામ  ડ્રાઈવિંગ શરૂ કરી હતી અને મારા એક સાથી સાથે બોલાચાલી કરી હતી. તે અપશબ્દો બોલવા લાગ્યો અને ધમકાવવા લાગ્યો. 

કાર ચાલક પાછળથી ટક્કર મારીને ભાગી ગયો હતો

બાઈક શ્રેયાંશે જણાવ્યું કેસ, આ પછી મારા સાથિયોએ તે કાર ચાલકને આરામથી કાર ચલાવવા માટે ક્હ્યું અને મારા સાથીઓ થોડા ધીમા પડ્યા અને હું આગળ નીકળી ગયાો જે બાદ સ્કૉર્પિયો કાર ચાલક પાછળથી આવ્યો અને મને ટક્કર મારીને ભાગી ગયો હતો. પીડિતનું નામ શ્રેયાંશ છે અને તેની ઉંમર લગભગ 20 વર્ષ છે. શ્રેયાંશ પૂર્વ દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં પોતાના માત-પિતા અને બહેન સાથે  રહે છે. અને પ્રખમ વર્ષનો ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે એક સ્કૉર્પિયો કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gurugram delhi heat and run rash driving ખરાબ ડ્રાઈવિંગ ગુરુગ્રામ દિલ્હી હીટ એન્ડ રન Video viral
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ