બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A change in the weather of Gujarat amid the forecast of the Meteorological Department
Malay
Last Updated: 07:59 AM, 5 March 2023
ADVERTISEMENT
દેશભરના કેટલાય રાજ્યોમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન હવામાન વિભાગે માર્ચ મહિનાથી જ ભયાનક હીટવેવ શરૂ થઈ જશે તેવું એલર્ટ જારી કરી દીધું છે. એવામાં ગુજરાતમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હીટવેવના એલર્ટ વચ્ચે ગુજરાતમાં આંધી અને કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગતરોજ બનાસકાંઠા, મહીસાગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા
બનાસકાંઠા, મહીસાગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાપરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ
કચ્છમાં કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા 26 વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આજે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. 5 માર્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 7 માર્ચ સુધી સોરાષ્ટ્ર-કચ્છ સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ
અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છેઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભુજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.