બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / સસ્તામાં ગર્લફ્રેન્ડ સાથે ગોવા ફરવાનો મોકો! વેલેન્ટાઇન ડેને લઇ IRCTC લાવ્યું શાનદાર પેકેજ, જાણો કિંમત

Valentine Week / સસ્તામાં ગર્લફ્રેન્ડ સાથે ગોવા ફરવાનો મોકો! વેલેન્ટાઇન ડેને લઇ IRCTC લાવ્યું શાનદાર પેકેજ, જાણો કિંમત

Last Updated: 02:17 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વેલેન્ટાઇન દિવસે જો તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો IRCTC એક શાનદાર ટૂર પેકેજ આપી રહ્યું છે. આ ટૂર પેકેજ ગોવા ફરવા જવા માટે આપવામાં આવી રહ્યું છે.

ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. મહિનામાં જ વેલેન્ટાઇન વીક પણ આવે છે. જો તમારી પાસે કોઈ પાર્ટનર હોય તો વેલેન્ટાઇન પર તેને ફરવા લઈ જઈ શકો છો. અનેક લોકો તેમના પાર્ટનર સાથે આ દિવસે ફરવા જવાનું પસંદ પણ કરતા હોય છે. એવામાં અમે તમને ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના શાનદાર ટૂર પેકેજ વિશે જણાવીશું. જે આ વખતે ગોવાની મુસાફરી કરવાનો સારો મોકો આપી રહ્યું છે.

ગોવા તેના અદભુત દરિયાકિનારા માટે દુનિયાભરમાં જાણીતું છે, અહીંની નાઇટલાઇફ પણ અદ્ભુત હોય છે. દર વર્ષે ભારત અને વિદેશથી સેંકડો પ્રવાસીઓ અહીં રજાઓ પસાર કરવા આવે છે. જો તમે પણ આ સ્થળની સુંદર યાદોને તમારા દિલમાં કેદ કરવા માંગતા હોવ તો પહેલા IRCTC ટૂર પેકેજ અને બુકિંગ કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

Goa (4)

  • ટૂર પેકેજ
    IRCTC નું આ ટૂર પેકેજ એવા લોકો માટે બેસ્ટ છે જેઓ વેલેન્ટાઇન ડે પર બીચ પ્લેસની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે, તો ગોવા જવાનો અત્યારે એક સારો વિકલ્પ બની શકે છે.  IRCTC ગોવા ટૂર પેકેજ 13 ફેબ્રુઆરી 2025 ના રોજ નાગપુરથી શરૂ થઈ રહ્યું છે. સફર ફ્લાઇટ દ્વારા કરવામાં આવશે. જેમાં સીટોની સંખ્યા મર્યાદિત છે. જેમાં તમારે આ પેકેજ બુક કરવા માટે તમારે IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com/pacakageની મુલાકાત લેવી પડશે.
  • પેકેજ કેટલા દિવસનું?
    IRCTC ના આ ટૂર પેકેજનું નામ "GOA VACATIONS EX NAGPUR" છે અને કોડ WBA016C છે. આ ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસ માટેનું હશે. જો તમે વેલેન્ટાઇન ડે પર ગોવામાં હશો તો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ડેટ પ્લાન કરી શકો છો અને ખૂબસૂરત ઇવનિંગ પસાર કરી શકો છો.
Goa (3)

  • આ સ્થળોને આવરી લેવાશે

IRCTC ટૂર પેકેજો તમને ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાના સુંદર સ્થળોને એક્સપ્લોર
કરવાની તક આપશે. બીજા દિવસે નાસ્તા બાદ તમને દક્ષિણના પ્રખ્યાત પર્યટન સ્થળોએ લઈ જવામાં આવશે, જેમાં બેસિલિકા ઓફ બોમ જીસસ , આર્કિયોલોજિકલ મ્યૂઝિયમ, સે કેથેડ્રલ, મંગુએશ મંદિર, ડોના પાઉલાનો સમાવેશ થાય છે. તમને માંડોવી નદી પર ક્રુઝ પર મુસાફરી કરવાની પણ તક મળશે. ત્રીજા દિવસે તમને કેલંગુટ બીચની મુલાકાત લેવાનો મોકો મળશે. અહીંયા તમે શોપિંગ પણ કરી શકો છો.

  • ટૂર પેકેજમાં મળનાર સુવિધાઓ

IRCTC ટૂર પેકેજમાં મુસાફરોને થ્રી સ્ટાર હોટલમાં રોકાવાનો મોકો આપવામાં આવશે. સાથે નાસ્તો, લંચ અને ડિનરની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. ટૂર પેકેજ બુક કરાવ્યા બાદ કોઈપણ મુસાફરને પરિવહન માટે એક રૂપિયો પણ ખર્ચ કરવો નહીં પડે. ગોવામાં તમામ પરિવહન સુવિધાઓ IRCTC દ્વારા પૂરી પાડવામાં આવશે.

વધુ વાંચો : તમારા પાર્ટનરને આપો 10 અમેજિંગ ગિફ્ટ્સ, અને આ વખતના વેલેન્ટાઇન ડેને બનાવો સ્પેશિયલ

  • કેટલામાં બુક થશે ટૂર પેકેજ ?

IRCTC એ સામાન્ય માણસના ખિસ્સાને ધ્યાનમાં રાખીને ગોવા ટૂર પેકેજની કિંમત નક્કી કરી છે. જેમાં સિંગલ ઓક્યુપન્સી ટિકિટ 30100 રૂપિયા રાખવામાં આવી છે. ડબલ ઓક્યુપન્સી ટિકિટની કિંમત 26150 રૂપિયા રાખવામાં આવી છે અને ટ્રિપલ ઓક્યુપન્સી ટિકિટની કિંમત 25150 રૂપિયા રખાઈ છે. જો તમે બાળકો સાથે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે તેમના માટે પણ ટિકિટ ખરીદવી પડશે. આ ટૂર પેકેજમાં 5 થી 11 વર્ષના બાળકો માટે બેડ સાથે ટિકિટનો ભાવ 21250 રૂપિયા છે અને બેડ વગર બાળકો માટે ટિકિટનો ભાવ 20750 રૂપિયા છે. તો 2 થી 5 વર્ષના બાળકો માટે બેડ વગરની ટિકિટ 13300 રૂપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Goa Valentine Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ