બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / A CCTV video shows two cars trailing Sidhu Moose Wala's vehicle moments before he was shot dead in Mansa district

CCTV / VIDEO : સિદ્ધુ મૂસેવાલાની હત્યાની થોડી મિનીટો પહેલાનો સામે આવ્યો વીડિયો,CCTV ફૂટેજમાં જુઓ શૂ મળ્યું જોવા

ParthB

Last Updated: 11:24 AM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાની થોડી મિનિટો પહેલા એક CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં બે કાર તેમની SUVનો પીછો કરતી જોવા મળે છે.

  • CCTV વીડિયો પ્રમાણે 2 કાર મૂસેવાલાની SUVનો પીછો કરી રહી હતી
  • મૂસેવાલાની કાર પર કરાયો હતો અંધાધૂંધ ગોળીબાર 
  • પંજાબ સરકારે એક દિવસ પહેલા જ સુરક્ષામાં કર્યો હતો ઘટાડો

પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પ્રખ્યાત પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેને પરસ્પર દુશ્મનીનો મામલો ગણાવી રહી છે. દરમિયાન, એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં મૂસેવાલાની એસયુવી જોવા મળે છે.

2 કાર મૂસેવાલાની SUVનો પીછો કરી રહી હતી

સીસીટીવી ફૂટેજમાં સિદ્ધુ મૂસેવાલાની એસયુવી રોડ પરથી પસાર થતી જોવા મળી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તેની હત્યાની થોડી મિનિટો પહેલાનો છે. વીડિયોમાં બે કાર મૂસેવાલાની SUVનો પીછો કરતી જોવા મળે છે. આ પછી વીડિયોમાં સફેદ રંગની બોલેરો પણ જતી જોવા મળે છે.

મૂસેવાલાની કાર પર અંધાધૂંધ ગોળીબાર

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સિદ્ધુ મૂસેવાલા પર રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે હુમલો થયો હતો. પંજાબના ડીજીપી વીકે ભવરાના જણાવ્યા અનુસાર, મૂસેવાલા તેમના પાડોશી ગુરવિંદ સિંહ અને સંબંધી ગુરપ્રીત સિંહ સાથે સાંજે 4.30 વાગ્યે તેમના ઘરથી નીકળી ગયા હતા. આ દરમિયાન તે પોતે કાર ચલાવી રહ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે જ્યારે મૂસેવાલા માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પહોંચ્યા ત્યારે બે વાહનોએ તેની એસયુવીને રોકી અને તે પછી તેના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો.

મૂસેવાલાની સુરક્ષામાં 2 કમાન્ડો તૈનાત હતા

પંજાબના ડીજીપી વીકે ભાવરાએ જણાવ્યું હતું કે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા માટે અગાઉ પંજાબ પોલીસના ચાર કમાન્ડો તૈનાત હતા. દર વર્ષે 'ઓપરેશન બ્લુ સ્ટાર'ની વર્ષગાંઠ અને આવતા મહિને 'ઘલ્લુઘારા સપ્તાહ'ના કારણે સુરક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. તેને જોતા મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત પંજાબ પોલીસના ચાર કમાન્ડોમાંથી બેને હટાવી દેવામાં આવ્યા હતા અને હાલ તેમની સુરક્ષામાં 2 કમાન્ડો તૈનાત છે.
 
મૂસેવાલા કમાન્ડો અને બુલેટ પ્રૂફ વાહન વગર ગયા હતા

આ ઘટના અંગે માહિતી આપતાં પોલીસ મહાનિર્દેશક વીકે ભાવરાએ જણાવ્યું કે, સિદ્ધુ મૂસેવાલાએ ઘટના સમયે પોતાના બે કમાન્ડોને સાથે લીધા ન હતા. આ સાથે તેણે પોતાનું ખાનગી બુલેટ પ્રુફ વાહન પણ લીધું ન હતું.
 
પંજાબ સરકારે એક દિવસ પહેલા જ સુરક્ષામાં ઘટાડો કર્યો હતો

સિદ્ધુ મૂસેવાલાની હત્યાના એક દિવસ પહેલા પંજાબ સરકારે તેમની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. પંજાબના ડીજીપી વીકે ભાવરાના જણાવ્યા અનુસાર, અગાઉ પંજાબ પોલીસના ચાર કમાન્ડો સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત હતા. જોકે, બાદમાં 4માંથી 2 કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા અને હાલમાં 2 કમાન્ડોને તેમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે દર વર્ષે 'ઓપરેશન બ્લુ સ્ટાર'ની વર્ષગાંઠ અને આવતા મહિને 'ઘલ્લુઘરા સપ્તાહ'ના કારણે સુરક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. તેને જોતા મૂસેવાલાની સુરક્ષામાં કાપ મુકવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ