બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ કિસ્સો, સગીર સામે બાળાત્કારનો ગુનો દાખલ
Last Updated: 02:52 PM, 17 January 2025
તાજેતરમાં સુરત ખાતે મોબાઇલ ઉપયોગની બેદરકારી સામે આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલ સગીર અને સગીરાએ શારીરિક સંબંધો બાંધતા સગીરા ગર્ભવતી બની હતી.
ADVERTISEMENT
જેલમાં જવાની વારી
ADVERTISEMENT
સુરતમાં અજીબ ઘટના ઘટી હતી. જેના કારણે સગીરને જેલમાં જવાની વારી આવી છે. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરામાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ પર તરૂણ અને તરૂણીને પ્રેમ થયો હતો. આ ઘટનામાં 16 વર્ષની સગીરા અને 17 વર્ષનો કિશોર પ્રેમમાં પડ્યા હતા. પ્રેમ એટલી હદે થયો કે સગીરા અને કિશોરે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ શારીરિક સંબધના કારણે તરૂણી ગર્ભવતી બની હતી.
વધુ વાંચોઃ GPSCની પ્રાથમિક કસોટીને લઈને મોટા સમાચાર, હવેથી પરીક્ષાના જવાબના વાંધા આ રીતે લેવાશે
ઘટનાની જાણ થતા અને પરિવારજનોને શંકા જતા સગીરાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારે ડોક્ટર રિપોર્ટમાં સમગ્ર ખુલાસો થયો હતો. જેમાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ સગીરાના પરિવારજનો દ્વારા પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધી બાળકિશોરની અટકાયત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.