બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ છે અમદાવાદ મનપાની બેદરકારીનો વધુ એક નમૂનો: એવું શું થયું કે બનેલો રોડ ફરી તોડી પડાયો, પ્રજા આક્રોશમાં
Last Updated: 05:49 PM, 23 May 2024
અમદાવાદ મહાપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.. શહેરમાં થોડા દિવસ પહેલા જ બનેલા રોડને ફરી તોડી કાઢવામાં આવ્યો છે.. શહેરના ઘી કાંટા પોસ્ટ ઓફિસ પાસે બનેલા નવા રોડને તોડી પડાયો છે. RCCનો રોડ બરાબર ન બન્યાનું બહાનું આપીને રોડ તોડી પડાયો . રોડ પર ખોદકામને લીધે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં મહાપાલિકાની કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
તૂટેલા રોડના લીધે સ્થાનિક દુકાનદારોને પણ માલસામાન લાવવામાં હાલાકી થઇ રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે પ્રજાના ટેક્સના પૈસા AMC વેડફી રહી છે.
આ પણ વાંચોઃ 50થી વધુ રબર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર... મોડાસામાં નકલી સિંચાઈ ઓફિસ મામલે ખૂંચે છે આ સવાલો
ADVERTISEMENT
જે રોડ હાલ નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે તે રોડ દોઢ માસ પહેલાજ બનાવાયો છે. માટે આ ઘટનામા AMCની કામીગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. આ રીતે AMC બેફામ પૈસા વેડફીને કોને ફાયદો કરાવી રહી છે તે સવાલ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો રોડ બરાબર ન લાગ્યો તો શું કામ ચાલી રહ્યું હતું ત્યારે કામનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ન હતું ? તે સવાલ પણ અહીં ઉભો થઇ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.