બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A case of death of a youth in Patan

વિચિત્ર કિસ્સો / પાટણમાં ચોંકાવનારી હત્યા: નશામુક્તિ કેન્દ્રમાં યુવાનને માર્યો ઢોર માર, ગુપ્તાંગ સળગાવી નાખ્યું અને કુદરતી મોત કહી અંતિમ વિધી પણ કરી નાખી

Dinesh

Last Updated: 09:03 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના જ્યોના વ્યસનમુક્તિ કેન્દ્રમાં થયેલ યુવકનું મોત કુદરતી ન હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પાટણ બી ડિવિઝન પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે

  • પાટણમાં એક યુવકના મોતનો મામલો
  • યુવાનની હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો આરોપીઓનો હતો પ્રયાસ
  • પાટણ બી ડિવિઝન પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ


મહેસાણા જિલ્લાના મોટીદવ ગામના હાર્દિક રમેશભાઈ સુથાર નામના 25 વર્ષનાં યુવાનને દારૂ તેમજ ડ્રગ્સ લેવાની લત હતી. જેથી પરિવારે હાર્દિકને સુધારવા માટે આજથી છ મહિના પહેલા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં હાર્દિકની ત્યાં હત્યા કરવામાં આવી હતી અને જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો હત્યાને કુદરતી મોતમાં ખપાવવાની કોશિશ કરતા હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ખબર પડી કે સંચાલકો દ્વારા હાર્દિકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને કારણે હાર્દિકનું મોત થયું હતુ. હાલ સમગ્ર મામલે પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કુદરતી મોતથી હત્યાનો મામલો
વાત વિગતે કરીએ તો મહેસાણા જિલ્લાના મોટીદવ ગામના હાર્દિક રમેશભાઈ સુથાર નામના 25 વર્ષનાં યુવાનને દારૂ તેમજ ડ્રગ્સ લેવાની લત હતી જેથી પરિવારે હાર્દિકને સુધારવા માટે આજથી છ મહિના પહેલા પાટણના નવજીવન સામે આવેલ સરદાર કોમ્પલેક્ષમાં ચાલતા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિકના પરિવારને આશા હતી કે અમારા દીકરાને જૂના વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન મુક્તિ મળશે અને તે સ્વસ્થ અને સારો વ્યસન મુક્ત થઈ પાછો ઘરે ફરશે આશાઓ અને અપેક્ષાઓ ઉપર ગત 17 ફેબ્રુઆરીએ પાણી ફરી ભર્યું. પરિવારને ફોન આવ્યો કે તમારો દીકરા હાર્દિકને લો બીપી થઈ ગયું છે અને તે સિરિયસ છે તમે જલ્દી પાટણ આવો તેઓ સંચાલકો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. પરિવાર પાટણ આવ્યો ત્યારે હાર્દિકનો મૃતદેહ ઈક્કો ગાડીમાં પડ્યો હતો. હાથે પાટો હતો અને પાટણના હરિહર સ્મશાન બહાર પડેલી ઇકો ગાડીમાં લાસ બાબતે પરિવારે પૂછતા સંચાલકોએ જણાવ્યું હતું કે હાર્દિકને લો બીપી થતા તેનું કુદરતી મોત નિપજ્યું છે પરિવાર પણ સંચાલકોની વાત માની ગયો અને હાર્દિકની લાશ ની અંતિમ વિધિ કરી નાખી હતી.

છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
જોકે હાર્દિકના સમગ્ર મોત બાબતે પાટણ પોલીસને બાતમી મળી કે હાર્દિકનું મોત નહીં પરંતુ તેની હત્યા થઈ છે હાર્દિકને જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ છગનભાઈ પટેલ રહે કમલીવાડા ગામ વાળા ઇસમે હાર્દિકને થર્ડ ડિગ્રી માર મારી તેમજ સંદીપની સાથે અન્ય આઠ ઈસમોએ ભેગા મળી હાર્દિકને પીવીસીની પાઇપો તેમજ મૂઢમાર માર્યો તો સાથે જ સંદીપ પટેલે હાર્દિકના ગુપ્તાંગ ઉપર ગરમ પ્લાસ્ટિક સળગાવીને ગરમ પ્લાસ્ટિકના ટીપા પણ નાખેલ હાર્દિકનો વાંક એટલો હતો કે, હાર્દિકે પોતાના હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી હતી જેથી ગુસ્સે ભરાયેલ સંચાલક સંદીપ પટેલે અન્ય કોઈ સંસ્થામાં આવું ના કરે અને મારનો ડર બેસે તે માટે હાર્દિકને આકરી સજા આપવામાં આવી હતી. દોઢ કલાક સુધી હાર્દિકને માર મારવામાં આવ્યો હતો જેથી હાર્દિકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાતમીદારની બાતમી પ્રમાણે સંસ્થાના સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર માર મારતાનો વીડિયો પોલીસને મળી આવ્યા હતા જેથી પોલીસે સંસ્થાને તાળું મારી આરોપી સંદીપ પટેલ સહિતના કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

ઝડપાયેલા આરોપીઓ
સંદીપ છગન પટેલ સંચાલક
જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનુભાઈ,  રહે સાવલિયા ભાવનગરવ
જયેશ ઉર્ફે બાબુ રામજી ચૌધરી, રહે નાગણા 
કિરણ ઉર્ફે શંભુ રમેશ પટેલ રહે, સતલાસણા મહેસાણા
નિતીન રામજી ભુતડીયા રહે, ચાંગા બનાસકાંઠા
મહેશ નટવર નાઈ, રહે દલવાડા, બનાસકાંઠા 

તેમજ ત્રણ ઈસમો ને ઝડપવાના બાકી છે, આરોપીઓએ હાર્દિક સુથારની લાશને કુદરતી મોતમાં ખપાવી દઈ પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવાના ગુનામાં હાલ તો પોલીસે સંચાલક સહિત છ આરોપીને ઝડપીને સમગ્ર ઘટનાનુ રી કન્ટ્રક્શન કર્યું છે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ સંસ્થામાં અત્યાર સુધી કેવી એને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી તો અન્ય કોઈ ભૂતકાળમાં આવા ગુનાઓ આ સંસ્થામાં બન્યા હતા કે કેમ? તેને લઈને પણ પોલીસે ઉડાણમાં તપાસ શરૂ કરી છે જોકે, સંસ્થામાં રોફ જમાવવા એક યુવાનનો જીવ લઈ લેતા સંચાલક સંદીપ પટેલ વિરુદ્ધ હાલ તો પાટણમાં ફટકાર વરસી રહી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

death case patan news જ્યોના વ્યસનમુક્તિ કેન્દ્ર પાટણ યુવક મોત યુવક મોત કેસ Patan youth death case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ