બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પૂરપાટ ઝડપે આવતી કારે 2 લોકોને એવાં ફંગોળ્યાં, કે CCTV જોઇ કંપી ઉઠશો, મહિલાનું ઘટનાસ્થળે જ મોત
Last Updated: 11:09 PM, 14 January 2025
નવી મુંબઈના તલોજા MIDCમાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે. જ્યાં એક ઝડપી કારે રસ્તા પર ચાલી રહેલા બે લોકોને કચડી નાખ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક મહિલા રોડ પર ચાલી રહી છે અને આ દરમિયાન બીજી બાજુથી અન્ય એક યુવક પગપાળા આવી રહ્યો છે દરમ્યાન પાછળની બાજુએથી આવેલી એક કાર બન્નેને જોરદાર રીતે અડફેટે લે છે અને બન્ને હવામાં ફંગોળાઇને દુર જઇને પડે છે.
ADVERTISEMENT
આ ઘટના બાદ પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર @fpjindia નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.
#NaviMumbai: Speeding Car Dashes Into Two Pedestrians In Taloja; One Dead
— Free Press Journal (@fpjindia) January 14, 2025
Credit: @Raina_Assainar #navimumbainews #Maharashtra pic.twitter.com/jVKZ75V8LS
ADVERTISEMENT
યુવકનું મોત, મહિલાની હાલત ગંભીર
આ અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. મહિલાને કામોથેની એમજીએમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આરોપી ડ્રાઈવર ફરાર
અકસ્માત બાદ કાર સવાર થંભી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી તે ચાલ્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કારની નંબર પ્લેટની તપાસ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ
CCTV: પોલીસકર્મીએ દારૂના નસામાં ઊભેલી કારને મારી ટક્કર, બે વ્યક્તિનો આબાદ બચાવ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.