A cabinet meeting chaired by CM Bhupendra Patel will be held at 4 pm this evening
ગાંધીનગર /
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો પર મોટા સમાચાર, આજે CM ભૂપેન્દ્ર પટેલ લઈ શકે છે નિર્ણય
Team VTV09:06 AM, 19 Jan 22
| Updated: 03:39 PM, 19 Jan 22
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 4 કલાકે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ પર ચર્ચા થશે.
કોરોનાના કહેર વચ્ચે આજે કેબિનેટ બેઠક મળશે
સાંજે 4 કલાકે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
બેઠકમાં વધી રહેલા કોરોના સંક્રમણ મુદ્દે ચર્ચા થશે
કોરોનાના કહેર વચ્ચે આજે કેબિનેટ બેઠક મળશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે, આજે સાંજે 4 કલાકે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત વ્યાપી કોરોના સંક્રમણ અને નિયંત્રણ પર ચર્ચા થશે. તદુપરાંત રાજ્ય માટે નવી માર્ગદર્શિકા પર પણ વિચાર-વિમર્શ થશે. આ બેઠકમાં પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવ જિલ્લા પ્રમાણે આરોગ્ય સુવિધાની માહિતી રજૂ કરશે.
બેઠકમાં ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ અંગ પણ ચર્ચા કરશે
આગામી માસ ફેબ્રુઆરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ આવશે જેને લઈને પણ ચર્ચા થશે. વધુમાં,આગામી રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી, ગુજરાત સરકારે ગીર-સોમનાથ જીલ્લામાં નિર્ધારિત કરી છે તે અંગે પણ આયોજન, ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા તેમજ જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરી હતી