ચીનમાં શરત જીતવા માટે યુવકે ખાધા આટલા બધા મરચા, પછી થયો આવો હાલ

By : kaushal 05:30 PM, 12 July 2018 | Updated : 05:30 PM, 12 July 2018
શરત લગાવીને મરચા ખાવા કોઈ ખાસ વાત નથી. બે વ્યક્તિ વચ્ચે જ્યારે શરત લાગે છે ત્યારે જીતનારને હારનાર વ્યક્તિ તરફથી કંઈક ખાસ ભેટ આપવામાં આવતી હોય છે. પરંતુ ચીનમાં આ મરચા ખાવાને લઈ એક હેરાન કરી નાખે તેવી ખબર સામે આવી છે. અહીં એક વ્યક્તિએ શરત લગાવવા માટે નહીં પરંતુ ખાસ કારણેથી મરચા ખાધા.
 

ચીનના હુનાન પ્રાંતમાં થનારા એક વર્ષીય મરચા તહેવારમાં મરચાને પ્રેમ કરનારા લોકો માટે મરચા ખાવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં એક વ્યક્તિએ એક મિનિટથી વધારે સમયમાં 50 મરચા ખાઈ લીધા. જી હાં આ વાત એક દમ સાચી છે. તે વ્યક્તિએ 1 મિનિટમાં 50 મરચા ખાઈને ત્યાં હાજર લોકોને ચોંકાવી દીધા. ફક્ત આટલું જ નહીં જેણે પણ આ વીડિયો જોયો તે હેરાન થઈ ગયો.

તાંગ શુઈહુઈ નામના સ્થાનીત છોકરાએ સ્પર્ધાને જીતીને 3 ગ્રામ નો 24 કેરેૉ સોનાથી બનેલો એક સિક્કો પણ પોતાના નામે કરી લીધો છે. આ સ્પર્ધા નિંગશિયાંગ શહેરના એક પાર્કમાં આયોજિત થઈ હતી. 

આ સ્પર્ધા પાણીથી ભરેલા એક મરચાના પુલમાં થઈ હતી. આ સ્પર્ધામાં લાલ મરચાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તાંગે ફક્ત 68 સેકન્ડમાં પોતાની મરચાથી ભરેલી આખી પ્લેટ ખાલી કરી દીધી. તેની આ કરામતને જોઈને લોકો હેરાન થઈ ગયા હતા. Recent Story

Popular Story