જપાનમાં એક ટૂરિસ્ટ બોટ ડૂબવાની ઘટનામાં 11 લોકોનું મૃત્યુ થઇ ગયું છે. જાણો આ ઘટના વિષે વિગતવાર
જપાનમાં ડૂબી એક ટૂરિસ્ટ બોટ
11 લોકોનું થયું મૃત્યુ
પીએમએ રદ્દ કર્યો કાર્યક્રમ
જપાનમાં એક ટૂરિસ્ટ બોટ ડૂબવાની ઘટનામાં 11 લોકોનું મૃત્યુ થઇ ગયું છે. જપાની કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે ઉત્તરી રાષ્ટ્રીય ઉદ્યાનનાં ઠંડા પાણીમાં ડૂબેલ ટૂરિસ્ટ બોટ પર સવાર 26 લોકોમાં 10 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ ગઈ છે. જોકે પછી એક બાળકનું બોડી મળ્યું હતું.
બોટ પરથી મોકલાયો હતો મેસેજ
ખોવાયેલા લોકોની તપાસ માટે હજુ પણ ઓપરેશન ચાલી રહ્યું છે. એક દિવસ પહેલા બોટે સંકટમાં હોવાનો મેસેજ મોકલીને કહ્યું હતું કે તે ડૂબી રહી છે. કોસ્ટ ગાર્ડે રવિવારે કહ્યું હતું કે 10 મૃત્યુ પામેલા લોકોમાં 7 પુરુષો અને ત્રણ મહિલાઓ સામેલ છે.
બોટ પર બે બાળકો સહિત 24 યાત્રીઓ અને ચાલક દળનાં બે સદસ્યો સવાર હતા. આ બોટ શિરેતોકો પ્રાયદ્વીપ પાસે શનિવારે બપોરે ડૂબી ગઈ હતી. કેશુની ઝરણા પાસે આ સ્થાન ખડકાળ કિનારો અને મજબૂત ભરતી બોટ માટે નેવિગેટ કરવાનું મુશ્કેલ બનાવે છે. એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે બોટ ચલાવવાની પરવાનગી કેમ આપવામાં આવી. પરિવહન મંત્રાલયે બોટ સંચાલકો વિરુદ્ધ આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.
ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે
મંત્રાલયે કહ્યું હતું કે તે સલામતી ધોરણો અને શનિવારે વાતાવરણ ખરાબ હોવા છતાં બોટ ચલાવવાની પરવાનગી આપવાના નિર્ણયની તપાસ કરી રહ્યા છે. પરિવહન મંત્રી તેટસુઓ સૈતોએ વિસ્તારની મુલાકાત લીધી અને કહ્યું કે અમે સમગ્ર પ્રકારે તપાસ કરીશું કે આ સ્થિતિનાં કારણો શું હતા અને બોટ ચલાવવાની પરવાનગી આપવા દરમિયાન દુર્ઘટનાને અટકાવવા માટે ક્યા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બચાવ દળને પહેલા શિરેતોકો પ્રાયદ્વીપ પાસે રવિવારે સવારે ચાર લોકો મળ્યા, પછી અમુક કલાકો બાદ તે ક્ષેત્રમાં પાંચ લોકોની જાણ થઇ. બચાવવામાં આવેલા લોકોમાંથી એક વ્યક્તિને હેલીકોપ્ટરથી ઉતારીને એક સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલંસમાં મોકલતા જોવામાં આવ્યો હતો.
પીએમએ રદ્દ કર્યો કાર્યક્રમ
દક્ષિણી જપાનનાં કુમામોટોમાં બે દિવસીય શિખર સંમેલનમાં ભાગ લઇ રહેલા પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ બીજા દિવસે પોતાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે અને ટોકિયો પાછા ફર્યા. તેમણે અધિકારીઓને બચાવ માટે બધી સંભવ કોશિશો કરવાનાં આદેશ આપ્યા છે.