બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / A blast occurred outside the Intelligence Department building of Punjab Police in Mohali

BIG NEWS / પંજાબના મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસની બહાર ધમાકો, મળી આવી એવી ચીજ કે સુરક્ષા એજન્સીઓ થઈ દોડતી

Kavan

Last Updated: 11:45 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મોહાલીમાં ઈન્ટેલિજન્સ બિલ્ડિંગની બહાર સંદિગ્ધ વિસ્ફોટ થયાં હતા.જેને લઈને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી છે અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.

  • પંજાબમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બહાર બ્લાસ્ટ
  • મોહાલીમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બહાર બ્લાસ્ટ
  • મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

અચાનક થયેલા બ્લાસ્ટને પગલે ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા. જોકે આ ઘટનાને પગલે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયાં નથી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. 

મોડી સાંજે બની ઘટના 

જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે લગભગ 7.30 વાગ્યે ઓફિસના ત્રીજા માળે રોકેટ જેવું કંઈક અથડાયું હતું. આ બ્લાસ્ટથી ઓફિસની ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને મામલાની તપાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી આવ્યા એક્શન

બનાવ અંગેની જાણ થતાં જ સીએમ ભગવંત માન એક્શનમાં આવ્યા છે અને બ્લાસ્ટ અંગે રિપોર્ટ માંગ્યો છે.  જોકે પોલીસે આતંકવાદી ઘટનાનો ઈન્કાર કર્યો હતો. ઓફિસમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોના કારણે વિસ્ફોટ થયો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. પંજાબ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓફિસમાં રાખવામાં આવેલા વિસ્ફોટમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો છે. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇમારત પર હુમલો આરપીજીથી કરવામાં આવ્યો છે.

RPG શું છે?

રોકેટ-સંચાલિત ગ્રેનેડ એ ખભાથી ચલાવવામાં આવતું મિસાઈલ હથિયાર છે જે વિસ્ફોટક હથિયારથી સજ્જ રોકેટને લોન્ચ કરે છે. મોટાભાગના આરપીજી એક વ્યક્તિ વહન કરી શકે છે અને ઘણીવાર તેનો ઉપયોગ ટેન્ક વિરોધી શસ્ત્રો તરીકે થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ