બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A BJP MLA's meeting before the assembly session

ગાંધીનગર / BJPના તમામ 156 ધારાસભ્યોની કાલે બેઠક: વિધાનસભામાં શપથગ્રહણ સહિત જુઓ શું છે આયોજન

Malay

Last Updated: 11:23 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે આવતીકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજવાની છે. જેમાં પ્રોટેમ સ્પીકર અને ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે.

  • આવતીકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક
  • વિધાનસભાના સત્ર અગાઉ ભાજપના ધારાસભ્ય દળની બેઠક
  • બેઠકમાં પ્રોટેમ સ્પીકર અને ધારાસભ્યો લેશે શપથ

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પરિણામ જાહેર થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે તેમના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ શપથગ્રહણ સમારોહ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ત્યારે હવે આવતીકાલે એટલે કે 19 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. 

Image

આવતીકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક
વિધાનસભાના સત્ર અગાઉ ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રોટેમ સ્પીકર અને ધારાસભ્યો શપથ લશે. 19 ડિસેમ્બરે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. સૌથી પહેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેશે. જે બાદ તેઓ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને શપથ લેવડાવશે. 

પ્રોટેમ સ્પીકર અને ધારાસભ્યો લેશે શપથ
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ શપથગ્રહણ કરી લીધા છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ મુહૂર્ત સાચવીને કાર્યભાર પણ સંભાળી લીધો છે. ગુજરાતના નવા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. 

Image

20 ડિસેમ્બરે મળશે વિધાનસભાનું સત્ર
આગામી 20 ડિસેમ્બરે એક દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે. એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરી લેવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP BJP MLA Gandhingar Meeting assembly session ગાંધીનગર ભાજપના ધારાસભ્યોની બેઠક શપથગ્રહણ સમારોહ Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ