બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / જલ્દી કરો! આવી ગયો સસ્તું સોનું ખરીદવાનો શાનદાર મોકો, જાણો ભાવમાં કેટલો થયો ઘટાડો

તક / જલ્દી કરો! આવી ગયો સસ્તું સોનું ખરીદવાનો શાનદાર મોકો, જાણો ભાવમાં કેટલો થયો ઘટાડો

Last Updated: 10:43 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Latest News : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવ ઘટાડા સાથે અને ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળા સાથે ખુલ્યા હતા

Gold Silver Price : સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ આજે સોનું માત્ર એક રૂપિયાના ઉછાળા સાથે ખુલ્યું હતું. પરંતુ બાદમાં તેની કિંમતો પણ નરમ પડી હતી જ્યારે ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. હાલ સોનાના વાયદામાં રૂ.71,650ની આસપાસ જ્યારે ચાંદીના વાયદા રૂ.88,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવ ઘટાડા સાથે અને ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળા સાથે ખુલ્યા હતા.

ગયા મહિને રૂ. 74,442ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો સોનાનો ભાવ

આજે નજીવા ઉછાળા સાથે સોનું વાયદાની મજબૂત શરૂઆત બાદ સોનામાં ઘટાડો થયો હતો પરંતુ બાદમાં તેના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાક્ટ આજે માત્ર એક રૂપિયાના વધારા સાથે રૂ.71,740 પર ખૂલ્યો હતો. હાલ સમાચાર લખાય છે ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટ રૂ.82ના ઘટાડા સાથે રૂ.71,657ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 71,740 અને દિવસની નીચી સપાટી રૂ. 71,645 પર પહોંચ્યો હતો. સોનાના વાયદાનો ભાવ ગયા મહિને રૂ. 74,442ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાના ભાવ

ચાંદીના વાયદાની શરૂઆત આજે સુસ્તી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક જુલાઈ કોન્ટ્રાક્ટ આજે રૂ. 120ના ઘટાડા સાથે રૂ. 88,960 પર ખૂલ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 196ના ઘટાડા સાથે રૂ. 88,884 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 88,960 અને દિવસની નીચી સપાટી રૂ. 88,852 પર પહોંચ્યો હતો. ગયા મહિને ચાંદીના વાયદાના ભાવ રૂ. 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

વધુ વાંચો : શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ-નિફ્ટી આજે ​​ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સુસ્ત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવ સુસ્ત શરૂ થયા પછી ચાંદીમાં પણ ઘટાડો થયો. જ્યારે ચાંદીનો વાયદો ઉછાળા સાથે ખુલ્યો હતો. કોમેક્સ પર સોનું $2,344.20 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ $2,346.90 પ્રતિ ઔંસ હતો. આ સમયે તે $ 1.50 ના ઘટાડા સાથે $ 2,345.40 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદો $29.61 પર ખૂલ્યો જે અગાઉનો બંધ ભાવ $29.56 હતો. સમાચાર લખાયાના સમયે તે $0.08 ના ઘટાડા સાથે $29.48 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Gold Price Gold Silver Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ