બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big revelation in the Dhara Kadiwar murder case

ધારા હત્યા કેસ / સૂરજ ભુવાએ મૂળ વતનમાં સળગાવ્યો હતો ધારાનો મૃતદેહ, જંગલ અને દારૂના અડ્ડા વિસ્તારની લીધી આડ, સામે આવી ચોંકાવનારી વિગતો

Dinesh

Last Updated: 04:47 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂરજ ભુવાએ પોતાના વતન વાટાવચ્છમાં ધારાનો મૃતદેહ સળગાવ્યો હતો, ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાના કારણે ત્યાં ક્રાઈમની ઘટના વધી છે.

  • ધારા કડીવાર હત્યા કેસમાં મોટો ખુલાસો
  • ભુવા સૂરજે પોતાના વતનમાં સળગાવ્યો ધારાનો મૃતદેહ
  • વાટાવચ્છ ગામમાં સૂરજે સળગાવ્યો હતો મૃતદેહ

જૂનાગઢમાં ધારા કડીવારની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂરજ ભુવાએ પોતાના વતન વાટાવચ્છમાં ધારાનો મૃતદેહ સળગાવ્યો હતો. ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાના કારણે ક્રાઈમની ઘટના વધી છે. વાટાવચ્છ ગામમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે આરોપી બેફામ બન્યા છે. ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે, સાયલા અને આસપાસના વિસ્તારમાં ખંડણી અને ફાયરિંગના પણ કેસ  વધ્યા છે તેમજ જંગલ વિસ્તાર હોવાના કારણે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પણ પોલીસ સક્રિય થઈ રહી નથી. 

 

ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું
જે મામલે આરોપીઓની ધરપકડ કરીને પોલીસ દ્વારા ગઈકાલે ધારાની હત્યાકાંડ મામલે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું છે. તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું. જે અંતર્ગત આરોપી સૂરજ ભુવાને રિ-કન્સ્ટ્રક્શન માટે સુરેન્દ્રનગર લઈ જવાયો હતો. મહત્વનું છે કે, અત્યારે આરોપી સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓ છે 4 દિવસના રિમાન્ડ હેઠળ છે. દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે આ ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. 

ધારા કડીવાલ નામની યુવતી થઈ હતી ગુમ
સમગ્ર ઘટના વિશે ઝોન-7ના DCP બી.યુ જાડેજાએ વિગતવાર જણાવ્યું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. 

સુરજ ભુવાજીએ કરી હતી અરજી
તેમણે જણાવ્યું કે, ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન આપીને સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં. 

એક મહિલા સહિત 8ની ધરપકડ
અગાઉ સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ કેસમાં પોલીસે સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ, ગુંજન જોશી, મીત શાહ, મીતની માતા, મીતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે. 

કોની-કોની કરાઈ ધરપકડ
- ગુંજન જોશી 
- સુરજ સોલંકી 
- મુકેશ સોલંકી 
- યુવરાજ સોલંકી 
- સંજય સોહલિયા 
- જુગલ શાહ 
- મીત શાહ
- મોના શાહ

સંકળાયેલા મુદ્દાઓ

Dhara Kadiwar junagadh news murder case ધારા કડીવાર હત્યા કેસ Dhara Kadiwar murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ