બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / A big revelation about a young woman who committed suicide by hanging in a railway coach
Kiran
Last Updated: 05:13 PM, 14 November 2021
ADVERTISEMENT
વલસાડમાં ટ્રેનમાં યુવતીના આપઘાતનો મામલે મોટો ખુલાસો થયો છે. આપઘાત પહેલા યુવતી સુરત ગઈ હતી. યુવતીએ માતાને સુરતમાં નિર્મલા નામની બહેનપણીને મળવા જવાનું કહ્યું હતું. અને રાત્રે બહેનપણીના ઘરે જ રોકાઇશ તેવું પણ માતાને જાણ કરી હતી મળતી માહિતી મુજબ યુવતીએ પોતાની બેગમાં 15થી 20 જોડી કપડા સહિત સામાન પણ મૂક્યા હતા. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે સુરત પોલીસે તપાસ કરતા નિર્મલા નામની કોઇ બહેનપણી ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે સુરતના મરોલા વિસ્તારમાં તપાસ કરતા નિર્મલા નામની કોઇ બહેનપણી ન હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
આત્મહત્યા કરનારી યુવતી અંગે મોટો ખુલાસો
મહત્વનું છે કે વડોદરામાં યુવતી સાથે ગેંગરેપનો મામલે પ્રત્યક્ષદર્શી બસ ડ્રાઇવરનું નિવેદન સામે આવ્યું છે. બસ ડ્રાઇવરે યુવતીને આપત્તિજનક હાલતમાં જોઇ હતી. ત્યારબાદ એક માલધારી કાકા સાથે મળી યુવતીને કપડા શોધી આપી યુવતીને મદદ કરી હતી. બસડ્રાઇવરે પોતાના મોબાઇલમાંથી યુવતીની બહેનપણીને ફોન લગાવી આપ્યો હતો. યુવતીની બહેનપણીએ ચકલી સર્કલ પાસે યુવતીને બોલાવી હતી. બસ ડ્રાઇવર ચાલતા યુવતીને ચકલી સર્કલ પાસે બહેનપણી પાસે મૂકી આવ્યો હતો. બસ ડ્રાઇવર દ્વારા બહેનપણી સાથે ભેટો કરાવ્યો ત્યારે પોલીસ ફરિયાદ કરવા અંગે વાત કરી પરંતુ યુવતી અને તેની બહેનપણીએ ફરિયાદ કરવાની ના પાડી હતી. બહેનપણી અને સંસ્થાની નિષ્કાળજીને કારણે યુવતી આપઘાતનો અંતે નિર્ણય કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.
યુવતી આપઘાત પહેલા ગઇ હતી સુરત
વડોદરામાં યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, વલસાડમાં ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને નવસારીની વિદ્યાર્થીની એ કરેલી આત્મહત્યા કેસમાં તેણીની ડાયરીની નોંધ બોલી રહી છે.વડોદારમાં ભણતી અને એક ખાનગી સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્યો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે એક બસ ડ્રાઈવરને શોધી તેનું નિવેદન નોંધ્યું છે, જો કે ઘટના મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે જેમાં પોલીસને મહત્વના સીસીટીવી ફુટેજ હાથ લાગ્યા છે. આ ઘટનામાં તપાસ એજન્સીઓએ સુરત રેલવે સ્ટેશનના CCTV મેળવ્યા છે. સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસતી યુવતીના CCTV મળી આવ્યા છે. સુરતથી વલસાડ ગયા બાદ યુવતીનો મૃતદેહ મળ્યો હતો. સુરતથી વલસાડ વચ્ચે શું ઘટનાક્રમ બન્યો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
યુવતીની ડાયરીમાંથી ખૂલ્યું રહસ્ય
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
કોઈ પીછો કરતું હોવાનો કર્યો હતો મેસેજ
ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે 2 રિક્ષાચાલકે તેનું અપહરણ કરી લીધી હતું. એ બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી. OASIS સંસ્થાના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત ચકનાચૂર થઈ ગઈ હતી. યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ જોયો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત પરથી પડદો ઉઠ્યો નથી. મહત્વનું છે કે વડોદરામાં યુવતી પર ગેંગરેપ ઘટના મામલે તપાસ એજન્સીઓએ સુરત રેલ્વે સ્ટેશનના CCTV ફૂટેજ મેળવ્યા છે, ફુટેજમાં સુરત રેલ્વે સ્ટેશનથી ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતા યુવતી CCTVમાં દેખાઈ રહી છે, સુરતથી વલસાડ ગયા બાદ યુવતીનો મૃતદેહ મળ્યો હતો, જોકે સુરત-વલસાડ વચ્ચે શુ બન્યો ઘટનાક્રમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.