A big relief for the housewives of Gujarat as edible oil becomes cheaper
ખુશખબર /
ખાદ્ય તેલ સસ્તું થતા ગુજરાતની ગૃહિણીઓને મોટી રાહત, જાણો ભાવમાં કેટલાનો થયો ઘટાડો
Team VTV10:12 AM, 10 Dec 22
| Updated: 10:12 AM, 10 Dec 22
જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. જે એક સારા સમાચાર છે.
રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
કપાસિયા, પામોલિન, સનફ્લાવર અને સિંગતેલના ભાવમાં ઘટાડો
રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. દરરોજ વધતી મોંઘવારીની વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે.
તેલના ભાવ ઘટાડાથી ગૃહીણીઓના બજેટમાં હળવાશ
શનિવારે કપાસિયા, સિંગતેલ, પામેલિન અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂ.200નો ઘટાડો નોંધાયો છે. જ્યારે સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો નોંધાયો છે. સાથે જ સનફ્લાવર તેલ પણ સસ્તુ થયું છે. જેમાં સૌથી વધારે ઘટાડો થયો છે. સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં રૂ.400નો ઘટાડો નોંધાયો છે.
તેલના ભાવમાં ઘટાડો નોંધાયો
કપાસની મબલક આવક થતાં હાલ રાજ્યમાં કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 200 રૂપિયા સસ્તો થયો છે. હજુ પણ તેલના ભાવમાં ધટાડો થવાની સંભાવના હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
કપાસિયા તેલના ડબ્બે 200 રૂપિયાનો ઘટાડો
તેલના વેપારી હિતેશભાઈએ જણાવ્યું કે, કપાસિયા તેલના ભાવ ઘટતા તેલનો ડબ્બો રૂ.2250એ પહોંચ્યો છે. સીંગતેલ તેલના ડબ્બાના ભાવ રૂ.2600 લેખે થઈ ગયા છે. જોકે, બજારમાં ગુણવતાયુક્ત મગફળી આવતી ન હોવાથી મગફળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી.