બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ રવાના થતા પહેલા રોહિત શર્માને મોટો ઝટકો! BCCIએ લગાવ્યો પ્રતિબંધ

ક્રિકેટ / ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ રવાના થતા પહેલા રોહિત શર્માને મોટો ઝટકો! BCCIએ લગાવ્યો પ્રતિબંધ

Last Updated: 09:54 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ રવાના થતા પહેલા રોહિત શર્માને મોટો ઝટકો! BCCIએ લગાવ્યો પ્રતિબંધ

અમદાવાદ વનડે દરમિયાન BCCI એ ભારતીય કેપ્ટન રોહિત શર્માને મોટો ઝટકો આપ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ છોડતા પહેલા બોર્ડે પરિવાર, સામાન અને મુસાફરી સંબંધિત નિયમોની સંપૂર્ણ સૂચિ સત્તાવાર રીતે આપી છે. અહેવાલ મુજબ, BCCI આ નિયમો અંગે ખૂબ કડક છે અને ખેલાડીઓએ તેમનું પાલન કરવું પડશે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી શરૂ થાય તે પહેલા જ આ અંગે બહુ બબાલ થઇ હતી.ત્યારબાદ રોહિત શર્માએ આ નિયમો અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને પત્રકારોને સ્પષ્ટપણે કહ્યું હતું કે હજી કંઇ સ્પષ્ટ થયુ નથી.

BCCI નિયમો અંગે કડક

cricbuzzના અહેવાલ મુજબ, ભારતના ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે નેટ, મુસાફરી, સામાન અને પરિવારને સાથે લઇ જવા પર કેટલીક નિયમો બનાવ્યો છે. આ નિયમને ટીમ ભારતના તમામ ખેલાડીઓને પાલન કરવું પડશે. ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં છેલ્લા વનડે દરમિયાન બોર્ડે કેપ્ટન રોહિત શર્માને નવા નિયમોની યાદી આપી હતી.હવે કહી શકાય કે આ બધા નિયમો હવે લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતીઓ ગરમી માટે તૈયાર રહેજો, મહાકુંભમાં આગથી અફરાતફરી, એક ક્લિકમાં જુઓ મોટા સમાચાર

BCCI ના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ BCCIએ આ નિર્ણય ટીમમાં સકારાત્મકતા વધારવા માટે કર્યો છે.અહેવાલ મુજબ, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી આર. દેવરાજ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ટીમ મેનેજર બનશે. તેમને આ નિયમોનું સખત પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ખેલાડીઓને પણ આ વિશે જાણ કરી દેવામાં આવી છે અને તે કહેવામાં આવ્યું છે કે બોર્ડ તેના વિશે ખૂબ ગંભીર છે

આ વાતો પર BCCIનુ સૌથી વધારે ધ્યાન

cricbuzzના અહેવાલ મુજબ, પર BCCIનું ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વ્યક્તિગત સ્ટાફ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત છે. તેણે આ માટે સખત માર્ગદર્શિકા જારી કરી છે અને ખેલાડીઓને પર્સનલ મેનેજર, રસોઇયા, સહાયક સહિત લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.ખેલાડીઓ હવેથી પરવાનગી વિના તેમના વ્યક્તિગત સ્ટાફને લઈ શકશે નહી. લગેજની સમસ્યા ઘટાડવા બોર્ડે આ પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ ઘણા ખેલાડીઓ, લગભગ અડધો ડઝન સ્ટાફ સાથે લઇને જતા હતા.હેરડ્રેસર, નૈની, કૂક જેવા ઘણા સ્ટાફ તેમની સાથે જતા હતા.

આ સિવાય, બોર્ડે સખત રીતે જણાવ્યું છે કે હવેથી ખેલાડીઓએ આખા પ્રેક્ટિસ સત્ર દરમિયાન સાથે રહેવું પડશે અને સ્થળ પર એક સાથે મુસાફરી કરવી પડશે પર્સનલ કારને બદલે ટીમ સાથે જ રહેવુ પડશે અને પ્રવાસ કરવો પડશે.નવા નિયમો અનુસાર, ખેલાડીઓ આ ટૂર્નામેન્ટ દરમિયાન વ્યક્તિગત જાહેરાત શૂટ કરી શકતા નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BCCI cricket champions trophy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ