બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / a big error in Aadhar card of student

OMG ! / બાળકનું આધારકાર્ડ જોઇને શિક્ષકો માથુ ખંજવાળવા લાગ્યા, નામની જગ્યાએ એવું લખ્યું હતું કે શાળામાં એડમિશન ન મળ્યું

Khyati

Last Updated: 04:46 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશની એક શાળામાં આધારકાર્ડમાં મસમોટી ભૂલને કારણે બાળકને શાળામાં ન મળ્યુ એડમિશન

  • આધારકાર્ડમાં જોવા મળી મોટી ભૂલ
  • નામની જગ્યાએ એવુ લખ્યુ કે શિક્ષકો અચંબિત થઇ ગયા
  • શાળામાં બાળકને એડમિશન પણ ન મળ્યુ 

આધારકાર્ડમાં કલરિંગ ફોટો હોવા છતાં ઘણીવાર આપણે મજાક કરીએ છીએ. ફોટો જોઇને આપણે ખુદ હસી જઇએ છીએ ત્યારે એક એવી ઘટના સામે આવી જેમાં આધારકાર્ડનો ફોટો નહી પણ નામ જોઇને હસુ આવી જાય. મહત્વનું છે કે આધારકાર્ડમાં અવારનવાર ભૂલો જોવા મળે છે. ક્યારેક સરનેમ ખોટી તો ક્યારેક નામના સ્પેલિંગમાં ભૂલ જોવા મળે છે ત્યારે એક એવી ઘટના સામે આવી જ્યાં મસમોટી નામમાં ભૂલ ઝડપાઇ. જે જોઇને તમે હસવાનું નહી રોકી શકો.

આધારકાર્ડમાં નામ લખવામાં મસમોટી ભૂલ

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં આધારકાર્ડ બનાવવામાં ઘોર બેદરકારી સામે આવી છે. આ એવી બેદરકારી જોઇને  આશ્ચર્યચકિત થઈ જવાય. આ બેદરકારી જોઈને કહી શકાય કે આધાર કાર્ડ બનાવનારા લોકો કેટલા બેદરકાર છે અને પોતાની મનમાની કરી રહ્યા છે. આધાર કાર્ડ મળ્યાના બે વર્ષ બાદ જ્યારે માતા-પિતા તેમના બાળકનું નામ દાખલ કરાવવા માટે શાળાએ પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો.

શાળામાં એડમિશન લેવા ગયા ત્યાં ભૂલ આવી સામે 

રાજ્યના બદાયૂંના તહસીલ વિસ્તારના બિલસીના એક ગામમાં જ્યારે એક વ્યક્તિ પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે પ્રાથમિક શાળામાં પહોંચ્યો તો શિક્ષકે તેને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો. કારણ આધાર કાર્ડ પર બાળકનું નામ હતું. બાળકના નામના આધારે તેના બદલે "મધુનું પાંચમું બાળક" લખવામાં આવ્યું હતું.આધાર કાર્ડ પર આવું નામ જોયા બાદ શિક્ષકે બાળકના પિતાને તેને સુધારવા માટે કહ્યું.

આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ 

'મધુનું પાંચમું બાળક' લખેલું આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. બિલસી તહસીલ વિસ્તારના ગામ રાયપુરના રહેવાસી દિનેશને 5 બાળકો છે. તેમના ત્રણ બાળકો ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. જ્યારે પિતા તેની પુત્રી  પ્રવેશ અપાવવા માટે શાળાએ પહોંચ્યો ત્યારે ત્યાં હાજર શિક્ષક નોંધણી માટે ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ બાળકીનું આધાર કાર્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ ગયા હતા.  આધાર કાર્ડમાં નામની જગ્યાએ 'મધુનું પાંચમું બાળક' તેવું લખવામાં આવ્યું હતું. શિક્ષકે આરતીના પિતાને આધાર કાર્ડમાં નામ સુધાર્યા બાદ જ એડમિશન લેવા જણાવ્યું છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ આવી ભૂલોને નજરઅંદાજ ન કરે. તેમને સમયસર સુધારી લો.

અધિકારીની બેદરકારી પર શું કહ્યું ?

આધાર કાર્ડમાં આવી બેદરકારીનો મામલો સામે આવ્યા બાદ બદાંયૂના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપા રંજને કહ્યું કે બેંક અને પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આ બાબત મારા ધ્યાન પર નથી. જો આવું થયું હોય તો તે ઘોર બેદરકારી છે. બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને એલર્ટ કરવામાં આવશે અને આવી બેદરકારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Uttarpradesh આધાકાર્ડ મધુનું પાંચમુ બાળક શાળા શિક્ષક Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ