A big decision was taken in Lucknow keeping in view the security of PM Modi
મોટો નિર્ણય /
3 દિવસ બાલ્કનીમાં કપડાં પણ નહીં સૂકવી શકાય, PM મોદીની સુરક્ષા માટે તંત્રનો આદેશ
Team VTV05:38 PM, 19 Nov 21
| Updated: 05:50 PM, 19 Nov 21
વડાપ્રધાન મોદી 3 દિવસ લખનૌના સિગ્નેચર ભવન જવાના છે. જેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસની બીલ્ડીંગોમાં રહેતા લોકોને બાલ્કનીમાં કપડા સુકવવા ના પાડી દેવામાં આવી છે.
3 દિવસ પીએમ મોદી લખનૌ સિગ્નેચર ભવન જશે
PM મોદીની સુરક્ષા માટે તંત્ર લેવાયો મોટો નિર્ણય
આસપાસની બિલ્ડિંગોમાં કપડા બાલ્કનીમાં ન સુકવવા આદેશ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં 3 દિવસ માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે. જ્યા તેઓ ડીજીપી કોન્ફ્રન્સમાં ભાગ લેશે. આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક રાજ્યના ડીજીપી અને તેમની સાથે તમામ પોલીસ અધિકારીઓ ભાગ લેવાના છે. જોકે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જરૂરી દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
બાલ્કનીમાં કપડા ન સુકવવા આદેશ
આ કાર્યક્રમ લખનૌમાં આવેલ પોલીસ મુખ્યાલય એટલે સિગ્નેચર ભવનમાં થઈ રહ્યો છે. જેથી આ મામલે સીએમ યોગી આદિત્યનાથે બિલ્ડિંગની સિક્યોરિટી પણ ચેક કરી હતી. સાંભળીને આપને નવાઈ લાગશે કે સિગ્નેચર ભવનની આસપાસની બિલ્ડિંગોમાં નવેમ્બર સુધી બાલ્કનીમાં કપડા ન સુકાવા સૂચના આપવામાં આવી છે.
3 દિવસ સુધી કાર્યક્રમ ચાલશે
વડાપ્રધાન મોદી ડીજીપી કોન્ફ્રન્સમાં શામેલ થવા 19 નવેમ્બરની સાંજે લખનૌ પહોચશે. જ્યા તેઓ 20 અને 21 નવેમ્બરે કાર્યક્રમમાં શામેલ થવાના છે. 3 દિવસો સુધીઆ કાર્યક્રમ ચાલશે જેમા પીએમ મોદી પણ લખનૌમાંજ રહેવાના છે. જ્યારે ગૃહમંત્રી અમિતશાહ 19 નવેમ્બરે આ સમ્મેલનનો શુભારંભ કરશે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મોટા ભાગના રાજ્યોના ડીજીપી શામેલ થવાના છે. સાથેજ મોટા પોલીસ અધિકારીઓ પણ આ સંમેલનમાં શામેલ થવાના છે, જોકે પીએમ મોદી આ કાર્યક્રમમાં આવાના જેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નેચર ભવન જોડે આવેલી આસપાસની બિલ્ડિંગોમાં લોકોને કપડા સુકવવાની ના પાડી દેવામાં આવી છે.