બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / A big blow to this Tata company Rs 50,000 crore loss in a week, HDFC-Reliance is also in bad condition
Megha
Last Updated: 09:53 PM, 29 October 2023
ADVERTISEMENT
એક તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે, તો બીજી તરફ વિશ્વભરના શેરબજારો પર તેની અસર વર્તાઈ રહી છે અને જો ભારતીય શેરબજારની વાત કરીએ તો સતત બીજા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ ખોટમાં રહી અને શેરબજારના રોકાણકારોની કરોડોની સંપત્તિ ગુમાવી દીધી.
ADVERTISEMENT
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ)ના 30 શેરના સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ગયા સપ્તાહે રૂ. 1.93 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. દરમિયાન, ટાટા ગ્રૂપની IT કંપની TCS ના રોકાણકારોને સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું છે.
ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ 1,614.82 પોઈન્ટ એટલે કે 2.46 ટકા ઘટ્યો હતો. શેરબજાર તૂટવાને કારણે ટાટા જૂથની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન (TCS MCap) ઘટીને રૂ. 12,25,983.46 કરોડ થયું હતું. TCS રોકાણકારોએ ટ્રેડિંગના એક સપ્તાહમાં રૂ. 52,580.57 કરોડની સંપત્તિ ગુમાવી હતી. આ કારણે ગયા સપ્તાહે પણ TCSના રોકાણકારોને મોટું નુકસાન થયું હતું અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 27,827.08 કરોડ ઘટીને રૂ. 12,78,564.03 કરોડ થયું હતું.
એચડીએફસી-રિલાયન્સને પણ વેઠવું પડ્યું નુકશાન
ટીસીએસ પછી સૌથી વધુ નુકસાન મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એચડીએફસી બેન્કના શેરધારકોને થયું છે. જ્યારે HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 40,562.71 કરોડ ઘટીને રૂ. 11,14,185.78 કરોડ, તો RIL MCap રૂ. 22,935.65 કરોડ ઘટીને રૂ. 15,32,595.88 કરોડ થયું હતું.
સાથે જ ઈન્ફોસિસનું માર્કેટ કેપ પણ રૂ. 19,320.04 કરોડ ઘટીને રૂ. 5,73,022.78 કરોડ થયું હતું, જ્યારે ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 5,13,735.07 કરોડ ઘટીને રૂ. 17,161.01 કરોડ છે. આ ઉપરાંત, બજાજ ફાઇનાન્સ એમસીકેપ રૂ. 15,759.95 કરોડ ઘટીને રૂ. 4,54,814.95 કરોડ જ્યારે ICICI બેન્ક એમકેપ રૂ. 13,827.73 કરોડ ઘટીને રૂ. 6,39,292.94 કરોડ થયો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.