A big announcement in the budget regarding the new tax regime
Budget 2023 /
મિડલ ક્લાસ પર મહેરબાન મોદી સરકાર, ઈન્કમ ટેક્સમાં સૌથી વધુ 7 લાખની છૂટ અપાઈ, જુઓ નવો ટેક્સ સ્લેબ
Team VTV12:32 PM, 01 Feb 23
| Updated: 01:02 PM, 01 Feb 23
નવા ટેક્સ વ્યવસ્થાને લઈ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે, ઈન્કમ ટેક્સની છૂટ 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી તેમજ 75 લાખ કમાનારા પ્રોફેશનલ્સને ટેક્સમાં છૂટ
નવા ટેક્સ વ્યવસ્થાને લઈ બજેટમાં મોટી જાહેરાત
ઈન્કમ ટેક્સની છૂટ 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી
2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ બેજેટમાં નવા ટેક્સ વ્યવસ્થાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઈન્કમ ટેક્સની છૂટ 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી છે.
નવા ટેક્સ વ્યવસ્થાની જાહેરાત
બજેટમાં ટેક્સને લઈ કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં 7 લાખ સુધી કોઈ ઈનકમ ટેક્સ નહીં ભરવો પડે કેમ કે, ઈન્કમ ટેક્સની છૂટ 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી છે. 6 લાખથી 9 લાખ માટે 10 ટકા ટેક્સ જ્યારે 9 લાખની વાર્ષિક આવક ધરાવનારાને 45 હજારનો ટેક્સ ભરવો પડશે. 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે. ITRને સરળ કરાશે અને 3 કરોડ ટર્ન ઓવર ધરાવતા MSMEને કરમાં છૂટ અપાઈ છે. 75 લાખ કમાનારા પ્રોફેશનલ્સને ટેક્સમાં પણ છૂટ અપાઈ છે.
કેટલી આવક પર કેટલા ટકા
3 લાખ સુધીની આવક પર 0%
3થી 6 લાખની આવક પર 5%
6થી 9 લાખ 10%
9થી 12 લાખની આવક પર 15%
12થી 15 લાખ 20%
15 લાખથી વધુ 30%
9 લાખ સુધીની આવક ધરાવતા લોકોને 45 હજાર ભરવા પડશે
PM આવાસ યોજનામાં 66 ટકા વધુ ખર્ચાશે
બજેટ રજૂ કરતાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે તે 79,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.
157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે: નાંણા મંત્રી
નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.
એક્સપર્ટોનું માનવું શું છે?
કેન્દ્ર સરકારે નવી ટેક્સ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે અને સાત લાખ સુધીની આવકમાં લોકોને ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી છે. જે બાબતે એક્સપર્ટોનું માનવું છે કે, આ જાહેરાતથી જે પાંચથી સાત લાખ વચ્ચેની આવક ધરાવતા લોકોને મોટી રાહત મળશે અને જેમનું માનવું છે કે, ટેક્સમાં તેમને છૂટ આપવામાં આવી છે જેનાથી કેટલીક અન્ય બાબતોમાં તેમને છૂટ છાટ છોડવી પડશે. તેમણે કહ્યું કે, 50 ટકાથી ઓછા લોકો નવી ટેક્સ નીતિ અનુસાર ટેક્સ ભરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નવી ટેક્સ સ્લેબના બદલાવથી સામાન્ય માણસને ફાયદો થશે અને ખાસ એ વાત એ છે કે, આ બાબતની લોકો રાહ પણ જોઈ રહ્યાં હતાં કે ફેરફાક કરવામાં આવે.