બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / A big announcement for tourist traveling in railway

સુવિધા / દિવાળીના તહેવાર દરમિયાન રેલ યાત્રીઓ માટે મોટા સમાચાર, રેલવે દોડાવશે વિશેષ ટ્રેન

Kiran

Last Updated: 03:37 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર ફરવા જવાનું વિચારતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, રેલવે વિભાગ દ્વારા અનેક રુટ પર સ્પેશિય ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

  • દિવાળીના તહેવાર દરમિયાન રેલ યાત્રીઓ માટે મોટા સમાચાર 
  • અનેક રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની કરાઈ જાહેરાત 
  • ઉત્તર-મધ્ય રેલવેએ ટ્રેનોની એક વિશેષ યાદી જાહેર કરી


રેલવે વિભાગ દ્વારા તહેવારોમાં મુસાફરોને હાલકી ન પડે તે માટે અનેક રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. સાથે જ ઉત્તર-મધ્ય રેલવેએ આ ટ્રેનોની વિશેષ યાદી જાહેર કરી છે. તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનોમાં થતી ભીડને લઈને રેલવે વિભાગે ટ્રેનમાં વધારાના કોચ જોડવાનો પણ નિર્ણય કર્યો છે. એટલું જ નહીં કોરોના કાળમાં તમામ પ્રોટોકોલના અમલ સાથે રેલવે યાત્રીઓ મુસાફરી કરી શકે તે માટેનું પણ રેલવે વિભાગે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

ગુજરાતથી ભારતના જુદા-જુદા વિસ્તાર માટે ટ્રેન

આ વખતે પણ દિવાળી પર મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવેએ મોટી જાહેરાત કરી છે દિવાળીને લઈ રેલવે તંત્ર એ વિશેષ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે દિવાળી નિમિતે રેલવે વિભાગ અમદાવાદથી 5 ટ્રેનો દોડાવશે તેમજ અમદાવાદથી કાનપુરની બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે 26 ઓક્ટોબરથી શરુ થાય તેવું લાગી રહ્યું છે. સાથે મુંબઈથી અમદાવાદ જતી તેજસ ટ્રેનમાં સ્પેશિયલ કોચ લગાવાશે, જોકે અત્યારથી  પેસેન્જરોના રિઝર્વેશનમાં 20 ટકા વધારો જોવા મળી રહ્યો છે. 

દિવાળીમાં ઉત્તર ભારત તરફ જવા મુસાફરોની રહે છે ભીડ

મહત્વનું છે કે કોરાન મહામારીમાં કોવિડ નિયમોના પાલન સાથે મુસાફરોને રેલ્વે સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવશે. એટલું જ નહીં મુસાફરોના કોવિડ ટેસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તેનું પણ રેલવે વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે તેમજ રેલવે યાત્રીઓની સુરક્ષા માટે રેલવે પોલીસ પણ ખડે પગે રહેશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો વેકેશનની રજાઓ દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. 

દિવાળીને લઈને 05 વિશેષ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવેએ મુસાફરો માટે દિવાળીને લઇને ખાસ 5 ટ્રેનો દોડાવાની જાહેરાત કરી છે. દિવાળી પર મુસાફરોને લઇને વધારે ભીડ જોવા મળતી હોય છે તેને ધ્યાને લઇને વધારાની ટ્રેનો દોડાવશે. તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ - સુબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ - મઉ, સુરત - સુબેદારગંજ, સુરત - કરમાલી અને અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ખાસ ટ્રેનો ખાસ ભાડા સાથે દોડાવવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Festival Railway Tourist Traveling દિવાળી તહેવાર મોટા સમાચાર રેલવે મુસાફરી રેલવે યાત્રી વિશેષ ટ્રેન traveling in railway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ