બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટેક અને ઓટો / A battery made of green algae showed the computer running for six consecutive months

OMG / લીલી શેવાળમાંથી બનેલી બેટરીએ સતત છ મહિના સુધી ચલાવી બતાવ્યું કમ્પ્યુટર, જાણીને કહેશો આપણે પણ વસાવી લઈએ

MayurN

Last Updated: 03:29 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની બેટરી કેટલો સમય કમ્પ્યુટર ચાલુ રાખી શકે છે એ તો બધા જાણતા જ હશો પણ એક એવી બેટરી પણ બનાવવામાં આવી છે જે કમ્પ્યૂટરને સતત 6 મહિના સુધી ચાલુ રાખે છે. જાણો શેવાળની બનેલી આ અનોખી બેટર વિશે

  • કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બનાવી શેવાળમાંથી બેટરી
  • સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન કરે છે 
  • અંધારામાં પણ કાર્યરત રહે છે આ બેટરી 

બેટરીની એકદમ નાની સાઈઝ 
કૂલર જેવું લાગતું આ બોક્સ ખરેખર એક બેટરી છે. જેને વૈજ્ઞાનિકોએ એવી રીતે બનાવ્યું છે કે તે 6 મહિના સુધી વીજળી આપી શકે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એક કમ્પ્યુટર પ્રોસેસર આ બેટરી સાથે જોડાયેલું હતું, જે સતત 6 મહિના સુધી ચાલ્યું હતું. આ બેટરીની શેલ AA બેટરી જેટલા જ હતા. સંશોધકોએ લીલી શેવાળને ઇલેક્ટ્રોડ્સવાળા કન્ટેનરમાં મૂકી હતી અને સૂક્ષ્મજીવોએ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વીજળી બનાવવાનું શરૂ કર્યું હતું..આ બેટરીથી કોમ્પ્યુટરને ચલાવવા માટે પુરતો પાવર મળતો હતો અને કોમ્પ્યુટર સતત 6 મહિના સુધી ચાલ્યું હતું.

બેટરીએ લાંબા સમય સુધી કાર્ય આપ્યું 
એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સના એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, સાયનોબેક્ટેરિયાએ કમ્પ્યુટરને 45 સાયકલ ચલાવી હતી. કમ્પ્યુટરમાં કામ પણ કર્યું હતું અને પછી 15 મિનિટ સુધી સ્ટેન્ડબાય પર પણ રહ્યું હતું. ઓગસ્ટ 2021માં પ્રયોગ સમાપ્ત થયા પછી પણ બેટરીએ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી વિભાગના ડો.પાઓલો બોમ્બેલી કહે છે કે અમને આ જોતા ખુખી થઇ કે સિસ્ટમ લાંબા સમય સુધી સતત કામ કરતી રહી. અમને લાગ્યું કે તે થોડા અઠવાડિયા પછી બંધ થઈ જશે, પરંતુ તે ચાલુ જ રહ્યું.

 

દિવસ અને રાત બંને સમય આપે છે વીજળી 
કોઈ પણ વિક્ષેપ વગર છ મહિના સુધી ચાલેલી આ સિસ્ટમે કમ્પ્યુટિંગ સમય દરમિયાન 0.3 માઇક્રોવોટ અને નિષ્ક્રિય સમય દરમિયાન 0.24 માઇક્રોવોટ પાવરનો વપરાશ કર્યો  જો કે, તે કેવી રીતે કાર્ય કરે છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ટીમનું માનવું છે કે પ્રકાશસંશ્લેષણ દરમિયાન સાયનોબેક્ટેરિયા ઇલેક્ટ્રોન ઉત્પન કરે છે. પરંતુ પ્રકાશ ન હોવા છતાં પણ વીજળી ઉત્પન કરી હતી. દિવસ અને રાત બંને સમયે વીજળી સ્થિર મળી રહી હતી. આ એટલા માટે હોઈ શકે છે કારણ કે શેવાળ અંધારામાં પણ તેમના ખોરાક પર પ્રક્રિયા કરતુ રહે છે. અને તેથી વિદ્યુતપ્રવાહ બનતો રહે છે.
આ શેવાળથી ચાલતી બેટરીઓ હજુ સુધી પુરા ઘરને પાવર આપવા માટે પૂરતી નથી, જોકે તે નાના ઉપકરણોને પાવર આપી શકે છે. તે સસ્તું અને રિસાયકલ કરેલી સામગ્રીથી બનેલ છે. આવી બેટરી આવનારા સમયમાં ઉર્જાનું ભવિષ્ય સાબિત થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Batteries Cambridge University Computer algae electricity battery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ