બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પડોશી દેશમાં હાલ કેવી સ્થિતિ? સુરતમાં રહેતા બાંગ્લાદેશના વિદ્યાર્થીએ જણાવ્યા હાલચાલ, યુનિવર્સિટીઓ પડખે
Last Updated: 06:14 PM, 7 August 2024
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વિકટ બની છે, ત્યારે આ સ્થિતિને લઈ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે તેમજ યુનિવર્સિટીના વહીવટી તંત્ર મીટિંગ પણ કરી છે
ADVERTISEMENT
બાંગ્લાદેશની સ્થિતિને લઈ વિદ્યાર્થીઓ ચિંતિત
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં અત્યારે તણાવ ભરી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 60 જેટલા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ 60 વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન મિટિંગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: 'બાઈકની પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત', અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ યુનિવર્સિટી તંત્ર સજ્જ
આ વિદ્યાર્થીઓએ પોતાના પરિવારને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તમામ વિદ્યાર્થીઓના પરિવાર સુરક્ષિત છે અને તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી. વિદ્યાર્થીઓને કઈ પણ મુશ્કેલી હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો GTUના સત્તાધીશોને જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
સુરતમાં પણ બાંગ્લાદેશના વિદ્યાર્થીને સંપર્કમાં રહેવા સૂચના
તો આ તરફ સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી બાંગ્લાદેશનો છે. જે છેલ્લા 2 વર્ષથી BAનો અભ્યાસ કરી રહ્યો છે. એકમાત્ર વિદ્યાર્થીની ખાસ તકેદારી રાખવા માટે યુનિવર્સિટીએ સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો હોસ્ટેલ કો-ઓર્ડિનેટરને જાણ કરવા માટે જણાવામાં આવ્યું છે, સાથો સાથ યુનિવર્સિટી તંત્ર સાથે સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે
તેણે જણાવ્યું કે, હાલ હું મારા ભાઈ જોડે વીડિઓ કોલ પર વાત કરું છું તો ત્યાંની સ્થિતિ નોર્મલના સમાચાર આપે છે. બે-બે કલાકે હું મારાં પરિવાર સાથે સંપર્ક કરતો રહું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT