બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જસપ્રિત બુમરાહે નાંખ્યો એવો જાદુઇ બોલ કે ડાંડી ડૂલ, બાંગ્લાદેશી બેટર પણ ચકરાવે ચડ્યો, જુઓ વીડિયો
Last Updated: 02:30 PM, 20 September 2024
ભારત અને બાંગ્લાદેશની B2 મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 376 રન બોર્ડ પર લગાવ્યા. ભારત માટે સૌથી વધારે 113 રન રવિચંદ્રન અશ્વિને બનાવ્યા. જ્યારે બીજા દિવસના પહેલા સેશનમાં ટીમ ઈન્ડિયાને બોલિંગ માટે ઉતરવું પડ્યું. એવામાં ભારતના અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશની ઈનિંગના પહેલાજ ઓવરમાં પોતાની ક્ષમતા દેખાડી.
ADVERTISEMENT
લહેરાતી બોલ સટસડાટ સ્ટમ્પસમાં ઘૂસી
બાંગ્લાદેશની ઈનિંગનો પહેલો ઓવર જસપ્રિત બુમરાહ નાંખી રહ્યા હતા. ઓવરની છેલ્લી બોલ પર શાદમાન ઈસ્લામ સ્ટ્રાઈક પર હતા. જસપ્રિત બુમરાહે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહ્યા હતા, તેમણે good length પર બોલ ફેંક્યો. બેટ્સમેનને લાગ્યું કે બોલ પડ્યા પછી તેઓને છોડી પાછળ વિકેટકિપર સુધી જશે. પરંતુ આવું ન થયું. બેટ્સમેનને સ્તબ્ધ કરીને બોલ સીધો સ્ટમ્પ્સમાં ઘુસ્યો અને શાદમાન ઈસ્લામ ક્લીન બોલ્ડ થઈ ગયા. તેઓ ખાતુ ખોલાવ્યા વિનાજ શૂન્ય પર આઉટ થઈ ગયા.
ADVERTISEMENT
Boom Boom Bumrah 🎇
— BCCI (@BCCI) September 20, 2024
Cleans up Shadman Islam with a peach of a delivery.
Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/RYi9AX30eA
બુમરાહ સિવાય આકાશદીપનો પણ જાદુ
જસપ્રિત બુમરાહે તો પોતાની ઝડપી બોલિંગથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ ઉપરાંત આકાશદીપે પણ શાનદાર બોલિંગ કરીને કમાલ કરી દીધો. તેમણે બીજા દિવસે લંચ પહેલા 2 ઓવરમાં 5 રન આપીને 2 વિકેટ ઝડપી. આકાશદીપે ઝાકિર હસન અને મોમીનુલ હકને ક્લીન બોલ્ડ કરી દીધા. લંચ સુધી બાંગ્લાદેશે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ અશ્વિનની ઐતિહાસિક સદીએ અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા, યુવરાજ-રાહુલ દ્રવિડને છોડ્યા પાછળ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.