બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 45-year-old middle-aged man committed suicide by drinking poison after being fed up with the harassment of usurers in Radhanpur.
Malay
Last Updated: 04:21 PM, 27 May 2023
ADVERTISEMENT
રાધનપુર તાલુકાના અરજણસર ગામે વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, વ્યાજખોરોના ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી અરજણસર ગામના એક વ્યક્તિએ મોતને વ્હાલું કરી લીધું છે. પોલીસને મૃતકની સુસાઇડ નોટ પણ મળી આવી છે. મૃતકના દીકરાએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાલ પોલીસે મૃતકની સુસાઇડ નોટના આધારે વ્યાજખોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
એક મહિના અગાઉ નોંધાવી હતી જાણવાજોગ ફરિયાદ
મળતી માહિતી અનુસાર, વિભાભાઈ ભેમાભાઈ રાવળ (ઉં.વ 45)એ ગામના 8 ઈસમો પાસેથી વિવિધ રકમ વ્યાજે લીધી હતી રકમ કરતા ડબલ મૂડી આપી હોવા છતાં પણ વ્યાજખોરોએ ધાક ધમકી અને પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. અરજણસર ગામના રબારી રત્નાભાઇ નામના વ્યાજખોર ઈસમે 50,000 રૂપિયાની સામે 2,15000 રૂપિયા વસૂલ્યા હતા છતાં પણ ધાક ધમકી અને પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી. વિભાભાઈએ રત્નાભાઇ તેમજ અન્ય વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાધનપુર પોલીસ મથકે એક મહિના અગાઉ જાણવાજોગ ફરિયાદ પણ આપી હતી.
વ્યાજખોરોથી કંટાળી કરી લીધી આત્મહત્યા
જોકે, પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા અને આરોપીઓ વિભાભાઈને ઉપાડી જવાની અને માર મારવાની ધમકી આપતા વિભાભાઈએ એક સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. હાલતો વિભાભાઈ રાવળના મૃતદેહને રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને રાધનપુર પોલીસે સુસાઇડ નોટના આધારે વ્યાજખોરોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સળગતા સવાલ
વ્યાજખોરો પર અંકુશ ક્યારે લાગશે?
વ્યાજખોરોને કાયદાનો ભય કેમ નથી?
લોકો ક્યાં સુધી વ્યાજખોરોનો ત્રાસ સહન કરશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.