બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 PM, 19 January 2025
આજકાલ દરેકને ફેમસ થવાની ઇચ્છા હોય છે, અને કેટલીકવાર લોકો તે માટે કોઇ પણ વસ્તુ કરી દેતા હોય છે. સોશિયલ મીડિયા પર લાઈક અને વ્યુઝ મેળવવા માટે કેટલાય લોકો એવી ખતરનાક ઘટનાઓ કરે છે, જેને જોઈને દિલ થંભી જાય છે. તો તાજેતરમાં બિહારના એક 15 વર્ષના છોકરાએ એક એવો સ્ટંટ સામે આવ્યું છે, જે સામે લોકો આલોચના કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોયા બાદ તમારા હાથ-પગ સુન્ન થઈ શકે છે અને આ વીડિયો તમારું ધ્યાન ભટકાવી શકે છે. વીડિયોમાં લગભગ 15 વર્ષનો એક છોકરો રેલવે ટ્રેક પાસે ઊભો છે. જે બાદ તે અચાનક રેલવે ટ્રેક પર જાય છે અને વચ્ચે સૂઈ જાય છે. અત્યાર સુધી તમને બધું સારું લાગતું હશે, પરંતુ વીડિયો જોયા પછી તમે ચોંકી જશો જ્યારે એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પર આવે છે અને છોકરાની ઉપરથી પસાર થાય છે.
આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની દોડ લાગેલી છે, અને ઘણા લોકો લાઈક અને વ્યુઝ મેળવવા માટે અતિ ઘટક ચીજોમાં સંલગ્ન થઈ જાય છે. એમાં એક 15 વર્ષના છોકરાનો વીડિયોને લઈ ચર્ચા થઈ રહી છે, જેમાં તેણે રેલવે ટ્રેક પર જીવલેણ સ્ટંટ કરીને પોતાનું જીવન જોખમમાં મૂક્યું pic.twitter.com/IeTSBm0lQr
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) January 19, 2025
જ્યાં સુધી ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી છોકરો ચુપચાપ ટ્રેક પર સૂઈ જાય છે અને તેનો મિત્ર ત્યાં જ ઉભો રહે છે અને સમગ્ર દ્રશ્યને કેમેરામાં કેદ કરે છે અને વીડિયો રેકોર્ડિંગ કરે છે.
લોકો હવે આ છોકરા પર ક્રોધિત છે, અને કેટલાક લોકો કોમેન્ટ કરે છે કે, “આ રીતે જીવન સાથે રમવું ક્યારેય યોગ્ય નથી.” જો કે, કેટલાક લોકો આ વિડિયોને મજાકના રૂપમાં જોઈ રહ્યા છે અને કહ રહ્યા છે, “આ બિહારી જ કરી શકે છે!”
આવી ઘટના જોવામાં મજા આવે, પરંતુ આ ઉપરાંત ધ્યાન રાખવું જરૂરી છે. લોકોએ સમજવું જોઈએ કે આ પ્રકારના ખતરનાક સ્ટંટ કરવાથી જીવ ખોટી શકે છે. એથી, ફેમસ થવા માટે આ રીતે પોતાના અને બીજાના જીવન સાથે રમવું યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુખાકારી નિર્ણય / ગુડ ન્યૂઝ ! આ તારીખે ઉપલબ્ધ થઈ જશે કેન્સરની વેક્સિન, મોદી સરકારનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.