દીપિકા પાદુકોણ અને રામ ચરણની 15 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે
RRR'ના ગીત 'નાટુ-નાટુ' ગીતને જબર આવકાર
લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે રામ ચરણ
દીપિકા પાદુકોણ અને રામ ચરણની જૂની તસ્વીર વાયરલ
સાઉથ ફિલ્મ સુપરસ્ટાર રામ ચરણની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ-નાટુ' ગીતને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'RRR' ફિલ્મમાં જોરદાર ડાન્સથી રામ ચરણ લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ચારે કોર રામ ચરણની જ ચર્ચા ચાલી રહી છે. ખાસ વાતએ છે કે આજે સુપરસ્ટારનો રામ ચરણ નો 38મો જન્મદિવસ છે. આવી સ્થિતિ વચ્ચે ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ રામ ચરણની એક તસ્વીર વાયરલ થઈ રહી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં રામચરણની સાથે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ દેખાઈ રહી છે. જે તે સમયે દીપિકા પાદુકોણ ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પહોંચી હતી. બાદમાં આ બને સેલિબ્રિટીઓની 15 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે.
વાયરલ તસ્વીરમાં દીપિકા પાદુકોણ અને રામ ચરણ એકસાથે જોવા મળે છે. આ તસવીર વર્ષો જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઓસ્કાર એવોર્ડ 2023 સમારોહમાં રામ ચરણ તેની પત્ની ઉપાસના સાથે જોવા મળ્યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયા પર જે ફોટો સામે આવ્યો છે તેમાં બે તસવીરો એક સાથે છે. એક વર્ષ 2023નું છે અને બીજું વર્ષ 2008નું છે એટલે કે 15 વર્ષ જૂની તસ્વીર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઓસ્કાર એવોર્ડ 2023 ની સેરેમની દરમિયાન પણ રામચરણ અને દીપિકા પાદુકોણે સાથે તસવીર લીધી હતી. જેમાં તે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અત્રે નોંધનીય છે કે દીપિકા અને રામચરણે આ અગાઉ એક સાથે કામ કર્યું હતું. પરિણામે બંને વચ્ચે દોસ્તી વધી છે અને એકબીજાને પહેલેથી જ જાણે છે. દીપિકા પાદુકોણ અને રામચરણે એક સાથે કામ કર્યું એ બહુ ઓછા લોકો જાણે છે પરંતુ 2008ની સાલમાં બને સોફ્ટ ડ્રિંકની એક જાહેરાતમાં સાથે કામ કર્યું હતું.