મનમાં રહેલ પરીક્ષાના હાઉને દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અથાગ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. કૃષ્ણનગરમાં રહેતા યુવકે પરીક્ષાના ડરના કારણે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
અમદાવાદના કૃષ્ણનગરમાં વિદ્યાર્થીનો આપઘાત
પરીક્ષાના ડરથી વિદ્યાર્થીએ કર્યો આપઘાત
વિદ્યાર્થી પરીક્ષાના ડરથી તણાવમાં રહેતો હતો
અમદાવાદના કૃષ્ણનગરમાં પરીક્ષાના ડરના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 12 વર્ષના વિદ્યાર્થીએ પરીક્ષાના ડરના કારણે આપધાત કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરીક્ષાના કારણે બાળક સતત તણાવમાં રહેતો હતો. અગાઉ પણ બાળકે સ્કૂલમાં આપઘાતનો પ્રસાય કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે કૃષ્ણનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ફાઈલ ફોટો
વિદ્યાર્થીઓના મનમાં રહેલ ડર દૂર કરવાનો નવતર અભિગમ
અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા લોકોમાં રહેલ ધો.10 અને 12 ની પરીક્ષાના લઈને બાળકોમાં રહેલ ભય દૂર કરવા માટે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના માધ્યમથી ધો.10 અને 12 ની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં રહેલ હાઉ દૂર કરવામાં આવ્યો હતો. "પરીક્ષા એક ઉત્સવ" કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું
જીલ્લા શિક્ષણાધિકારીને કચેરી દ્વારા અમદાવાદ શહેરમાં "પરીક્ષા એક ઉત્સવ" કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે. સાથે સાથે પ્રિલિમ પરીક્ષા પછી બોર્ડની પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડની પરીક્ષા અમદાવાદ શહેરમાં લેવામાં આવે તેવું આયોજન અમે સંકલન સમિતિ અમદાવાદ શહેર સાથે મળીને કરવાના છીએ. બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડની પરીક્ષા લેવામાં આવી
અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા પહેલા લેવાનાર પ્રિ-બોર્ડની પરીક્ષામાં જીલ્લા શિક્ષણાધિકારીને કચેરી અમદાવાદ દ્વારા સંકલન સમિતિ અમદાવાદ સાથે મળીને આયોજન કરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે જ બોર્ડની પરીક્ષાની જેમ જ લેવામાં આવનાર છે.